Saturday, April 30, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૬

હૈતી માં છેલ્લે છેલ્લે ઘણો થાક અનુભવતો હતો. આ થાક માનસિક હતો કારણ કે મેં ૬ મહિના માં એક પણ રજા પાડી નહોતી. આમ તો અમને દર ૮ અઠવાડીયે એક અઠવાડિયા ને રજા મળતી હોય છે પણ .... હું એમ માનું છું કે જયારે આપને થાક અનુભવીએ ત્યારે આરામ કરી લેવો જોઈએ. ઘસરડા કરવા માં કઈ માલ નથી. નક્કી કર્યું કે હવે ઘરે જઈની આરામ કરીશું. મોટા સાહેબો ની લખી નાખ્યું કે હું થાકી ગયો છું અને ઘરે જવું છે. ફેબ્રુઅરી ૨૫ ના રોજ હૈતી થી નીકળ્યો. ૨ દિવસ ઓક્ષ્ફોર્ડમાં મારી de -brief હતી તથા તબીબ સાથે મુલાકાત પણ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે તબીબ સાથે ની મુલાકાતમાં તેઓ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતાને લગતી ચકાસણી અને સલાહ આપતા હોય છે. અહી ખાસ જણાવી દઉં કે ત્યાં ના તબીબો પ્રત્યે મને ખાસ માં છે. કારણ ખૂબ જ સરળ છે. તેઓ એક દર્દીને સામાન્ય રીતે કલાક જેવો સમય આપે છે. આપના અમદાવાદ માં દરેક તબીબ જાણે હરીફાઈ કરતા હોય છે કે કલાક માં કેટલા દર્દી તપાસ્યા અને કેટલા રૂપિયા આવ્યા. 

ઘરે ૨-૩ મહિનાની રજા લીધેલ હોવાના કારણે મારે કરવાના કામોની યાદી બનાવી. આવીને સૌપ્રથમ ભાડાન મકાન છોડી અમે અમારા પોતાના ફ્લેટમાં રહેવા જતા રહ્યા. એકજ અઠવાડિયામાં કલરકામ પૂરું કરાવ્યું બીજા નાના મોટા કામો કર્યા. મકાન બદલ્યા પછી સહુથી અઘરું કામ સરનામાં બદલવાનું. બેંક, ટપાલ, ગાડી ચલાવનું લાઈસંસ, પાસપોર્ટ વગેરેમાં. આમાં સહુથી અઘરું અને ના ગમતું કામ એ છે કે જયારે આપને પૈસા ખવડાવા પડે. લાંચ અને રિશ્વત આપના સમાજમાં જાણે દરેક ખૂણામાં છે. જો આપની સરકાર દરેક પોલીસ કચેરીમાં એક પાટિયું મારી દે કે "અહી લાંચ રિશ્વત લેવામાં આવતી નથી. જો આપવામાં આવશે તો ફોજદારી ગુનો બનશે. ફરિયાદ માટે ફલાણા નંબર પર ફોને કરી આપની ફરિયાદ નોંધાવો.

મારા પાસપોર્ટમાં સરનામું બદલવા આપેલ. જેની પોલીસ તરફ થી ચકાસણી માટે મને નજીકના પોલીસ ચોકીમાં બોલવામાં આવ્યું. બધી કાર્યવાહી પત્યા પછી મારી પાસે "ચા પાણી" ના પૈસા ૫૦૦ રૂપિયા માંગ્યા. મને ૫૦૦ રુપયા આપવાનો ખેદ નથી પણ હું આપના સમાજના એક દુષણનો ભાગ બન્યો એનું દૂખ છે. એ પણ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશમાં - સાબરમતીમાં. આ પૈસા ખુલ્લા આત્મવિશ્વાસથી માંગવામાં આવે છે. આવું જ મારા ગાડી ચલાવનું લાઈસંસમાં સરનામું બદલવા માટે બન્યું, અને હવે આવું જ રાશન કાર્ડ માટે બને છે.

અમુક લોકોનું એવું કહેવું છે કે સરકારી પગાર ધોરણ બહુજ નીચા છે. શું ખરેખર નીચા છે? કે પછી આપની જરૂરિયાતો ખૂબજ વધી ગયી છે? કે પછી સરકાર બધા સરકારી નોકરોને આમ બાકીના પૈસા કમાવાની તક આપે છે. પગાર વધારા ની માંગણી નથી કરી શકાતી? આટલી બધે હડતાલો અને આંદોલનો થાય છે. મારી નજરમાં તો સરકારી નોકરી એટલે દુનિયાની સૌથી મોટી પેઢી માં નૌકરી કરવાની તક. અહી લોકો ૨૦ - ૩૦ વરસ નૌકરી કરે છે અને પછી સરકાર તેમને બાકી ની ઝીંદગી મફત પૈસા આપે છે. ઘણી વખતે તો તેમના વારસદારોને પણ નૌકરી મળી જાય છે.

આજે આપને અને આપની સરકારે ભ્રષ્ટાચાર સામે સીધા, સરળ, લોકોને સમજાય એવા પગલા લેવાની જરૂરત છે. લાંચ વિરોધી છટકું શા માટે ગોઠવવું પડે? તે વગર કઈના થાય? એવું જે સામાન્ય નાગરિક સામાન્ય રીતે કરી શકે.

હવે થોડા જ દિવસો રહ્યા છે. ૨૦મે મે ના મારે ઓક્ષ્ફોર્ડ જવાનું છે. ત્યાં એક અઠવાડિયા માટે અમારી કાર્યશિબિર છે. ત્યાંજ મને કહેવામાં આવશે કે હવે મારે કયા દેશમાં જવાનું છે અને કઈ આફતમાં કામ કરવાનું છે.

1 comment: