Thursday, May 22, 2014

દીકરી વ્હાલનો દરિયો

લગ્નની પહેલી રાત્રે પતિ અને પત્નીએ નક્કી કર્યુ
કે આજે કોઈના પણ માટે દરવાજા ખોલવા નહિ.
તે જ દિવસે પતિના માતાપિતા આવ્યા અને
દરવાજો ખટખટાવ્યો, પતિ-પત્ની દરવાજા પાછળ
ઉભા રહ્યા, પતિએ દરવાજો ખોલી નાખવા વિચાર્યું
પણ શર્તને લઇ ને તે ચુપ રહયો.
માતાપિતા ઉદાસ હૃદયે જતા રહ્યા!
થોડીવાર પછી પત્નીના માતાપિતા આવ્યા. આ વખતે
પણ દરવાજા પાછળ ઉભા રહેલ
બનેમાંથી પત્નીથી ના રેહવાયું અને આંખમાં આંસુ
સાથે દરવાજા ખોલી નાખ્યા !
પતિ કશું બોલ્યો નહિ !
થોડા વર્ષો વીટી ગયા...
આ પછી તેઓ ને ચાર પુત્ર થયા અને
બાદમાં પાંચમી પુત્રી નો જન્મ થયો.
આ વખતે પતિએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું.
તે રાત્રે પત્નીએ પતિને પૂછ્યું કે
પેહલા ચારમાં નહી ને હમણાં કેમ?
પતિએ હસીને જવાબ આપ્યો કે, આ એ પરી છે કે
જયારે પણ હું તેના દરવાજે જઈ ને ઉભો રહીશ
તો મારી દીકરી મારા માટે દરવાજો ખોલશે !
દીકરીઓ હમેશા સ્પેશીયલ હોય છે. એટલે જ
તો "દીકરી વ્હાલનો દરિયો"