Tuesday, February 19, 2013

નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી

નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી

- આ વિષય પર અનેક લેખો લખી ગયા છાપામાં, મેગઝીનમાં, કેટલું બધું ચર્ચાય છે TV અને રેડિયામાં। Internet પર ઘણી બધી gigabite bandwidth વપરાઈ છે આ વિષય પર ચર્ચા અને શોધ કરવામાં। ભારતના ઇતિહાસમાં આટલું બધું બીજા કોઈ નેતા માટે નથી થયું।

એક પ્રથા બનવા લાગી છે કે લોકો જયારે સાંભળે કે મોદી પ્રધાન મંત્રી બનશે? તો ઘણા લોકો માથું હલાવી ને હા પડશે અથવા ચર્ચા કરવા લાગશે કે મોદી શા માટે પ્રધાન મંત્રીના બની શકે। આ ઉપરાંત, "chargesheet" અને અનેક ભવિષ્યવાણીઓ।

હકીકત તો એ છે કે મોદી આજે ભાજપના 2014 ની ચુંટણીના પ્રધાન મંત્રી માટેના એક આગળ પડતા ઉમ્મેદવાર છે। હજુ સુધી મોદી ની પ્રધાનમંત્રી માટે ની ઉમ્મેદ્વારીની જાહેરાત ભાજપ અથવા મોદીએ નથી કરી। આ જાહેરાત થઇ જાય પછી મોદીએ જીતવું પડે અને ત્યારે બાદ કેટલી બધી બાબતો છે એ "HOT-SEAT" પર બિરાજમાન થવા માટે।

આમ તો મોદી સાહેબ નો હું ખુબજ મોટો પ્રશંસક છું પણ મને હાલમાં એક જ તકલીફ છે। આ બધું મારા નામ પર થઇ રહ્યું છે - વિકાસ। અને મારે અમદાવાદથી બરોડા જઈને આવા માં 185 KM ના સફર માં 450 થી વધુ નો Toll Tax ચૂકવવો પડે છે। જો તેઓ ભારતના પ્રધાનમંત્રી બની જશે તો શું આખા ભારતમાં વિકાસ થશે? અને જો થશે તો સાહેબ આટલા બધા પૈસા ચુકવવા કઈ રીતે? અને તે પણ જાત જાતના અને ભાત ભાતના કર વેરા ચૂકવ્યા પછી।