Monday, October 24, 2011

બાળકોમાં કેળવવા જેવી આદતો - વેસ્ટમાંથી બેસ્ટ

આપણે આપણા બાળકોને એક સારી ઝીંદગી આપવા માંગીએ છીએ. રમકડા, ચોપડીઓ, દફતર, પારંપરિક પોશાકો, સાઇકલ, અવનવા સાધનો અને ઉપકરણો - આવી કોઈ પણ વસ્તુઓથી તેઓ વંચિત ના રહે તેનું ધ્યાન રાખીએ છીએ. આપણે તેવી કોઈ વસ્તુઓ આપવામાં જરાપણ અચકાતા નથી કે જેનાથી તેમની કલ્પનાઓને આકાર મળે - રંગીન પેનો અને પેન્સિલો, કાગળ, કલર, ચમક વાળા પદાર્થો, ગુંદર વગેરે વગેરે.

આપનો હેતુ સારો હોય છે, પણ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે કદાચ આપણે આપણા બાળકોને આ રીતે સારા પ્રમાણમાં કચરો નીપજાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. કાગળનો એક વખત ઉપયોગ કાર્ય પછી તે કચરાપેટીમાં જાય છે, પ્લાસ્ટિકના રમકડાઓ થોડે વાર (અથવા થોડા દિવસ) રમ્યા પછી કચરાપેટીમાં જાય છે, કલર પેન્સિલ અને બીજા બધા કલરની વસ્તુઓ થોડા બપોરની પ્રક્રિયાઓ પછી કચરાપેટીમાં જાય છે. શા માટે આપણે તેમને વારંવાર યાદ નથી આપવતા કે અસ્ત વ્યસ્ત ઢગલો પોતાની વાંચવાની જગ્યા પરથી સાફ કરે, રૂમને સાફ રાખે. આ એક સારી આદત છે જે શરૂઆતથીજ તેમનામાં કેળવવાની જરૂર છે. પણ પહેલા આટલું બધું આસ્ત વ્યસ્ત ઢગલો કરવો અને પછી કચરાપેટીમાં ઠાલવી દેવાનું નામ સફાઈ? આપણે સફાઈ કરી રહ્યા છીએ કે પછી વાતાવરણ / પર્યાવરણમાં ગંદવાડ ઠાલવી રહ્યા છીએ?

આ સાચો સમય છે કે આપણે આપણા બાળકોને વસ્તુઓનો ફરી વખત ઉપયોગ કરવો, સાચી રીતે નિકાલ કરવો, ઓછી ખરીદી કરવી કે જેથી ઓછો કચરો થાય. કોઈ પણ વસ્તુ નો ફરીથી ઉપયોગ કરવો એક સારે રમત પણ થઇ શકે છે અને અંતે કશું સારું કર્યાનો અનુભવ પણ.

ઉદાહરણ તરીકે - લખવાની પાટી અને ચોક : અમે નાનપણમાં પાટી અને ચોકથી ભણ્યા હતા. આજ વસ્તુ મેં મારી દિકરી સાથે કરે. આમ થવાથી તે કાગળ, જાત જાતના કલર અને પેન્સિલનો બગાડ ઓછો કરતી થઇ. વળી આમ કરવાથી અમને બંનેને ખુબજ મજા પણ આવા માંડી.

આવી જ રીતે, દર વખતે નવા નવા કપડા લાવવા કરતા તેમને ફરીથી સારી પ્રિન્ટ કરવું એ પણ સારી બાબત બની શકે છે.

વિચારીએ તો આવા ઘણા પ્રયોગો થઇ શકે છે જેનાથી આપણે આપણા પર્યાવરણમાં ઓછો કચરો ઠલવાય અને બાળકોમાં સારી આદત અને સમાજ ઉભી થાય.

Saturday, October 22, 2011

આધ્યાત્મિકતા - એટલે શું?

આશા છે કે આપ સહુ અત્યારે દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હશો અને દિવાળીની રજાઓ માણતા હશો. અને અમુક લોકો મારી જેમ થોડા ઘણા બ્લોગ લખવામાં વ્યસ્ત હશે :)

મેં જે કઈ પણ અધ્યાત્મ વિષે વાંચ્યું છે તે બધું ભૂલી ને આજે આ બ્લોગ લખી રહ્યો છું. અહી મેં ભરપુર પ્રયત્ન કર્યો છે કે આ લેખ લખતી વખતે મારા પર કોઈ બાહ્ય પ્રભાવ ના હોય. આ વિચારો મારા અનુભવો અને મારા રોજીંદા અભ્યાસ ઉપરથી છે.

આધ્યાત્મ વિષે આપના સમાજમાં ઘણા ગુરુઓએ લખ્યું છે અને કહ્યું છે. મારો અધ્યાત્મ સાથેનો પરિચય બહુ જુનો નથી. મને થોડા વર્ષો પહેલાજ કોઈકે કહેલું કે "જેને નરક માં જવાની બીક હોય તેના માટે ધર્મ છે અને જે લોકો પહેલાથી ત્યાં છે તેમના માટે અધ્યાત્મ છે." હું કદાચ ૩૦ કે ૩૧ વર્ષ નો હતો ત્યારે. મેં આ વાક્યનો ઘણી વખત ઉપયોગ કર્યો પણ ક્યારેય એને સમઝવાની કોશિશ નહોતી કરી કે આનો હકીકતમાં અર્થ શું થાય. પાછલા થોડા મહિનાઓની અજંપાભરી અને અશાંત સમય પછી હું આ વિષય વિષે વિચારતો થયો. વળી, આજકાલ તો આ કરોડોનો ધંધો છે.

થોડા સવાલ વાંચકો માટે :
- શું યોગા કરવું એ અધ્યાત્મ છે?
- શું ધ્યાન કરવું એ અધ્યાત્મ છે?
- શું પ્રાણાયામ કરવું એ અધ્યાત્મ છે?
- શું કોઈ આધ્યત્મિક ગુરુને અનુસરવું એ અધ્યાત્મ છે?
- શું અધાર્મિક કે નાસ્તિક થવું અધ્યાત્મ છે?
- શું વિપશ્યના અધ્યાત્મ છે?

મારા મુજબ તો આમાંથી કશું પણ અધ્યાત્મ નથી. આજકાલ યોગા, ધ્યાન, પ્રાણાયામ, વિપશ્યના, વગેરે તો એક જાતનો ધંધો બની ગયો છે. આજકાલ તો યોગા જેવા નામોથી તો કપડા અને જાત જાતની વસ્તુઓ વેચાય છે.

મારા માટે, અધ્યાત્મ એ બીજું કશું નહિ પણ પોતાની જાતને ઓળખવી. એટલે કે હું શું છું નું ભાન થવું. પોતાની જાતને ખૂબજ ધ્યાનથી અવલોકન કરવું અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યે થોડી સમઝ ઉભી કરવી. આનાથી આપના દિમાગ અને દિલ વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે. આનાથી આપના શારીરિક અને માનસિક મૂળતત્વો વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે.

અને આથીજ, ભગવાનને ઓળખવા પહેલા પોતાની જાતને ઓળખવું ખુબજ જરૂરી છે.

Thursday, October 20, 2011

મેરા ભારત મહાન



મેં ઘણા લોકોને આપણી સરકાર, દેશ અને ભ્રષ્ટાચાર વિષે ફરિયાદ કરતા સાંભળ્યા છે. TVમાં પણ ફક્ત આ જ વિષય છે. આજે દુનિયાના ઘણા દેશોમાં કામ કર્યું છે. ઘણા દેશોમાં લોકોને સાંભળ્યા છે, જોયું છે અને તેમની સાથે રહીને થોડું ઘણું પણ અનુભવ્યું છે. મારા મતે, આપણી સરકાર થોડું સારું કામ પણ કરી રહી છે.


શિક્ષા અભિયાન અને નિયમો :
થોડા વર્ષો પહેલા ૫મા ધોરણ સુધે અભ્યાસ મફત અને ફરજીયાત હતું જે આજે ૮મા ધોરણ સુધી છે. વળી, બધા વિદ્યાર્થીઓને મધ્યન ભોજન મળે છે, જે ઘણા લોકો મતે ખુબજ મહત્વનું છે. વાલીઓને પ્રોત્સાહન પણ આપાય છે. લોકો સાથે વાત કરતા લગભાગ બધા આ બાબતથી ખુશ હતા.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાદળી કલરના પોશાક પહેરે છે જે આજે દેશમાં લગભાગ દરેક ગામડા અને શહેરોમાં જોવા મળે છે. મને યાદ છે કે મેં જયારે એક ગામડામાં એક શાળાને મુલાકાત લીધી હતી ત્યારે દરેક વિદ્યાર્થી સવારે પ્રાર્થના સભામાં એક લયમાં માં સરસ્વતીની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતપોતાના ક્લાસરૂમમાં શિસ્તતા પૂર્વક જતા રહ્યા. કલાસરૂમમાં નકશા અને ભારતના મહાન પુરુષોના ફોટા હતા. શિક્ષકો કરતા શિક્ષિકાઓની સંખ્યા વધુ હતી. આચાર્યશ્રીના રૂમમાં થોડા ઘણા પુસ્તકો પણ હતા. બધા બાળકોના ચહેરા પર સ્મિત દેખાતું હતું.

કોલેજનું ભણતર પણ આજે સારું અને સસ્તું છે. આજે મોટાભાગની કોલેજોમાં ફી લગભગ ૩૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા વાર્ષિક હોય છે. સારી કોલેજમાં અને સારા અભ્યાસ માંટે અંદાજે ૫૦,૦૦૦ રૂપિયા જેવી ફી હોય છે. તદુપરાંત, સ્ત્રીઓ માંટે ઘણી શાળામાં ફીમાં રાહત આપાય છે.

જમીન માલિકી :આજે કોઈ પણ વ્યક્તિ ૧૮ હેક્તેર જેટલી જમીનની માલિકી ધરાવી શકે છે. કાયદા મુજબ તેથી વધુ જમીન કોઈ પણ વ્યક્તિ લઇ શકે નહિ. હા, કોઈ સહકારી પરિવાર ગમે તેટલી જમીન ધરાવી શકે છે. જોકે આ બાબતમાં ઘણી જગ્યાએ ખામીઓ દેખાય છે પણ આજે આને લગતા નીતિ નિયમો અમલમાં છે અને તેનું પાલન પણ સારી રીતે થાય છે અથવા થવા લાગ્યું છે

હવેલીથી હોટેલ સુધી : જૂની હવેલીઓ જે જર્જરિત અવસ્થામાં હતી તેના પુનઃનિર્માણ અથવા સમારકામ માંટે પણ સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે. હવેલીના માલિકોને તેને હોટેલમાં પરિવર્તિત કરવા માંટે પ્રોત્સાહન અને નાણાકીય સહાય પણ આપે છે. આમ કરવાથી તે જૂની જર્જરિત હવેલીઓ આજે એક સુંદર હવેલી જેવી લાગે છે. અને, આનાથી પ્રવાસીઓ પણ આકર્ષાય છે.

ગામડાઓમાં સરકારી કર્યો : પરિવારના એક વ્યક્તિને વર્ષ દરમિયાન ૧૦૦ દિવસ જેટલું કામ મળી રહે તેવી યોજનાઓ પણ અમલમાં છે. લોકો મુજબ આ યોજનાઓથી ગામડામાં પરિવર્તન આવી રહ્યું છે, લોકોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ મળી રહી છે. હા, ઘણી વખત એવો પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે આ યોજનાનો લાભ કેટલા લોકો સુધે પહોચે છે અને તે કાર્યની ગુણવત્તા કેવી છે.

મને ઘણી વખત ગામડાઓમાં એવા અનુભવો થયા છે કે બહારથી દેખાતા ગરીબ જેવા ઘરમાં જયારે મુલાકાત લેવામાં આવે છે ત્યારે તે ઘર અંદરથી સારું લાગે છે અને તે પરિવાર થોડું સદ્ધર હોય છે.

હકારાત્મક કાર્ય :
આજે સરકારે ગરીબ અને પછાત લોકોના ઉત્થાન માંટે ઘણા હકારાત્મક કર્યો કર્યા છે. તેમના માંટે વિવિધ શિક્ષા અભિયાનો, ઉચ્ચા અભ્યાસ માંટે સહાય, નૌકરી મેળવવામાં મદદ અને સમાજમાં સમાન દરજ્જો મેળવવામાં સહાયક યોજનાઓ અને નિયમો.

તેમ છતાં, આપના સમાજમાં જ્ઞાતિ પ્રથા હજુ પણ ચાલે છે. તે પ્રથા દૂર થઇ રહે છે પણ ખુબજ ધીમી ગતિએ. પણ મને સંતોષ છે કે સરકાર તે પ્રત્યે પ્રયત્ન કરી રહી છે.

નોંધ : અહી સરકાર થી મારો મતલબ કોઈ રાજકીય પક્ષ નથી.

શિક્ષા - ઉપકાર

હું, ભારતના એક સારા નાગરિક તરીકે દર વર્ષે ૩ વખત આવક વેરો સમયસર ભરું છું. આવક વેરો કે જેમાં શિક્ષા - ઉપકાર પણ શામેલ છે. યુનિયન સરકારએ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેર કરી છે કે જેમાં દરેકને મૂળભૂત પ્રાથમિક આરોગ્ય જરૂરિયાત મળી રહે. આયોજન આયોગના નિષ્ણાતોએ હજુ આ બાબતમાં સરકારને પૈસા ક્યાંથી આવશે તે વિષે સલાહ નથી આપી પણ ૧% નો પણ ઉપકાર લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે લાવી શકે છે. આ વાતથી એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે શિક્ષા ઉપકાર વિષે. અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે કઈ રીતે ખરચવા માં આવે છે. હું આ ઉપકાર કે જેનો સામાજિક યોજનાઓ ઉપર ખરચવામાં આવે છે તેનો વિરોધી નથી પણ આ ખરચને ખરચવા માટે કઈ રીતે નિયંત્રણ / દેખરેખ દ્વારા ખરચવામાં આવે છે. કે પછી આ પણ ભ્રષ્ટાચારનો ભોગ બને છે.

આ આવક વેરા ઉપર નો શિક્ષા ઉપકારના બે ભાગ છે. - પ્રાથમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા. ૨૦૦૫માં સરકારે પ્રાથમિક શિક્ષા ઉપકાર શરુ કર્યું અને આ પૈસા પ્રમ્ભિક શિક્ષા કોશ માં જમા થાય છે. જેમાંથી સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાન ભોજન જેવી યોજનાઓ ચાલવામાં આવે છે.

૨૦૦૭માં સરકારે ઉચ્ચ શિક્ષા ઉપકારની શરૂઆત કરી અને તે પૈસાથી દેશના ઉચ્ચ શિક્ષાના વિકાસ માટે ખરચવાનું આયોજન હતું. આ આયોજનમાં National Higher Education Finance Corporation - NHEFCની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષા માટે ઉચ્ચ શિક્ષા સંસ્થાઓને નાણાં ઉછીના આપવા. આ પ્રસ્તાવને ૪ વર્ષ થયા. આયોજન મંડળે આ બાબતની ભલામણ સરકારને કરી દીધી છે. એવું લાગે છે કે સરકાર હજુ પણ આ બાબત માં વિચાર કરે છે અને ભારતના દરેક નાગરિકો પાસેથી ઉપકાર હેઠળ નાણાં ઉઘરાવ્યા કરે છે.

આપને સરકારના ભંડોળ ઉપર આનીયંત્રણ વિષે સારી રીતે માહિતગાર છીએ. આખરે આપણને આઝાદી મળ્યે ૬૦ વર્ષથી ઉપર થયા અને સરકારને જોતા પણ ૬૦ વર્ષોથી ઉપર થયા. સૈધાંતિક રીતે આ શિક્ષા કર બરોબર હશે અને આ એક સારી વાત પણ છે, પરંતુ, હકીકતમાં અમલીકરણ દર્શાવે છે કે કરચુકવવાવાળા લોકોના નાણાં વેડફવામાં આવે છે.

આથી, સરકારે આરોગ્ય વીમા યોજના શરુ કરવા પહેલા સરકારે ખાતરી કરવી અને સુનિશ્ચિત કરવું કે આવકવેરો ભરનારા લોકોના નાણાં વેડફાય નહિ.

શિક્ષાનો અધિકાર - ભારતના પ્રધાનમંત્રીનો દરેક શાળાના આચાર્યશ્રીને પત્ર

આજે જયારે સાક્ષરતા હજુ પણ એક સ્વપ્ન જ છે, બાળકોના શિક્ષાનો અધિકાર (Right to education - RTE) પ્રાથમિક અગત્યતા છે. આ વિષે જાગૃતિ લાવવા અને ભણતરના પ્રોત્સાહન માટે, ભારત ના પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહે ભારત ના ૧૩ લાખ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને એક પત્ર લખ્યો છે અને ભલામણ કરી છે કે ૧૧ નોવેમ્બર - ભણતર દિવસના રોજ સવારના દરેક વિદ્યાર્થીઓને વાંચી સંભળાવવું. આ પત્ર દ્વારા ૧૧ નોવેમ્બરથી શરુ થતી એક વર્ષની RTE ઝુંબેશ શરુ થયાની નોંધ લેવામાં આવી છે.

પ્રધાનમંત્રીશ્રીના આ અંગત પત્ર દ્વારા પાઠવેલ સંદેશ, કે જેને સમગ્ર ભારતને આવરી લેવા માટે ૧૪ ભાષામાં અનુવાદિત કરેલ છે - તેનો હેતુ બાળકો, વાલીઓ અને ૬૦ લાખ શિક્ષકોને પ્રોત્સાહિત કરવું અને RTEના ઉદ્દેશ્ય તરફ વધુ પ્રયત્ન કરવા માટેનો છે.
શિક્ષાનો અધિકાર (RTE) સામાજિક જાગૃતિ લાવવા માટે એક અલગ પ્રકારની ઝુંબેશ છે કે જેમાં ૨ લાખથી વધુ સ્વયંસેવકો અને હજારો સામાજિક સંસ્થાઓ સાથે મળીને ઘરે ઘરે જઈને જાગૃતિ લાવવા પ્રયત્ન કરશે.
પ્રધાનમંત્રીશ્રીના આ ઝુંબેશમાં શામેલ થવાથી આ ઝુંબેશ અગત્યની બની ગયી છે.

Saturday, October 15, 2011

શું સવારે વહેલા ઉઠવું જરૂરી છે?


Googleમાં સવારે વહેલા ઉઠવાના કારણ શોધવાથી ૧,૫૦૦,૦૦૦ કારણો મળશે. Amazone પાસે આ વિષે ૬૬૯૯ ચોપડીઓ છે. અનેક વ્યક્તિત્વ વિકાસ વિષે લખવા વાળા લેખકોએ અને ગુરુઓએ સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ વિષે અનેકગણી ચોપડીઓ અને લેખો લખ્યા છે. થોડા સમય પહલા જ મેં આ બધા કારણોની યાદી બનવાનો પ્રયત્ન કર્યો ત્યારે યાદીમાં ૧૦,૦૦૦ થી વધુ કારણો થઇ ગયા. ત્યારે મને થયું કે કદાચ ખરેખર જરૂરી છે સવારે વહેલા ઉઠવું.

એક ચોખવટ કરી દઉં કે મને સવારે વહેલા ઉઠવામાં કોઈ જ રસ નથી. સામાન્ય રીતે મારે ઓફીસ સવારે ૭ થી ૭.૩૦ ની વચ્ચે પહોચી જવું પડે છે પણ જયારે ઘરે રજા હોય ત્યારે નીંદર ખુલે ત્યારે ઊઠવાનું ગમે. કોઈ જાતની અલર્મ ના જોઈએ કે ના જોઈએ સવારે વહેલા ઉઠવાનો વિચાર. શા માટે મારે સવારે વહેલા ઉઠવું અને મારે શું સાબિત કરવું છે?


તેથી, આ મારા નીચે મુજબ ના કારણો છે કે શા માટે મારે મોડે સુધી સુઈ રહેવું અને ખરાબ ના લગાડવું જયારે સવારે વહેલા ઉઠવાના કારણો સભર વ્યાખ્યાન, લેખો અને વ્યક્તિઓ વહેલા ઉઠવાના વખાણ કરતા હોય છે.
શા માટે મોડે સુધી સુતા રહેવું?
૧. સવારે વહેલા ઉઠવું એ પ્રાક્રતીક અથવા કુદરતી નથી. આ કદાચ ઘણા વર્ષો પહેલા જયારે સૂર્ય-પ્રકાશ જ એક માત્ર પ્રકાશનો સ્ત્રોત હતો અને એ સમયે જ તમે ઘણા ખરા કર્યો કરી શકતા હતા. તેથી સવારે વહેલા ઉઠવાની જરૂર દિવસના પ્રકાશ દરમ્યાન કર્યો પૂરા કરવાની જરૂરિયાત ના કરને હતી. આવી જરૂરિયાત આજે નથી - જ્યાં વીજળી હોય છે. (જો તમે આ વાંચો છો તો તમારે ત્યાં વીજળી છે.)
૨. એ ખોટી વાત છે કે જો તમે સવારે વહેલા ઉઠો તો સમયની બચત થાય છે. દિવસના ૨૪ કલાક હોય છે અને તમે ૬ થી ૮ કલાક સુતા હો તો તમારી પાસે ૧૬ થી ૧૮ કલાક બચે જે એ બધા કર્યો કરવા માટે - આ બાબત ને તમે ક્યારે સુવો છો અને ક્યારે ઉઠો છો સાથે કોઈ જ નિસ્બત નથી.
. જો તમે સવારે વહેલા ઉઠો તો તમને રાત્રે વહેલા સુવાની જરૂર પડશે. જો વહેલા સુઈ જશો તો તમે એ તમામ રોમાંચી અને રસપ્રદ વસ્તુઓ જે મોડે રાત્રી સુધી થતી હોય છે. સામાન્ય રીતે લોકો રાત્રે ૮ વાગ્યા સુધી દિનચર્યાથી નવરા થતા હોય છે અને તરત જ સુવા જતા રહે છે. એ લોકો પાસે પોતાના માટે ફક્ત ૧ અથવા ૨ કલાક જ હોય છે. અને આ સમય દરમ્યાન ખરેખર કશું રસપ્રદ અને અર્થપૂર્ણ કરવું શક્ય નથી. પણ જો તમારી પાસે રાત્રે ૯ વાગ્યા પછી ૩ -૪ કલાક નો સમય હોય તો કશું સારી રીતે કરી શકો. જેમકે ચોપડી વાંચવી, ફિલ્લમ જોવી, કાર્ય કરવું, કે પછી મિત્રો અથવા પરિવાર સાથે ફક્ત વાતો કરવી.
૪. મોડે સુધી કાર્ય કરવું અને પછી ઘસઘસાટ નીંદર કરવી એ એક આલ્હાદક લાગણી છે. એક દમ સારી નીંદર અને શાંત નીંદર.
૫. રાત્રે ૩ - ૪ વાગે બારી ખોલીને બહારની ઝડપની ઝીંદગી જુવો. આખું શહેર ઝાંખી પીડા પ્રકાશમાં નહાઈ રહ્યું છે - તમામ લોકો નિંદ્રાધીન છે. પેલો ઘોંઘાટયો પાડોશી પણ. આવા સમય માં હું કોઈ પણ અનુભવ ગુમાવીશ નહિ.
૬. ઘણી વખત મેં મોડે રાત્રીના સમયે સારું ભોજન માણ્યું છે જેમ કે અમદાવાદ ની મોડે રાત્રીએ ખાઉગલી અથવા માણેક ચોક. કોલેજ ના સમયમાં મોડે રાત્રેએ બહાર જઈને કરેલો નાસ્તો. રાતના મોડે સુધે વાંચ્યા પછી અમને ખુબજ ભૂખ લગતી અને રાતના ૨ -૩ વાગે અમે કશું ખાવાનું બનાવતા અથવા ક્યાંક નાસ્તો કરવા જતા. જો કોલેજના સમય દરમ્યાન તમે રાતના ૩ વાગે નાસ્તો ના કર્યો હોય તો તમે ખરેખર એ આલ્હાદક અનુભવ ગુમાવ્યો છે.
૭. મોડે રાત્રે ચાલવા જવાનો પણ એક જુદો અને અનોખો અનુભવ છે. જે ભાગદોડ ભરેલ ઝીંદગી અને ગીચતા વચ્ચે અઘરું છે. રાત્રે ૧૧ વાગ્યા પછી કલાક ચાલવા જવાનો અનુભવ ખરેખર સરસ હોય છે. તદ્દન શાંત વાતાવરણમાં ચાલવા જવાથી ઘણા સારા વિચારો આવે છે.
૮. હું તન્મયતાથી ખરેખર કશું સારું કાર્ય મોડે રાત્રેજ કરી શકું છું - કોઈ જ પ્રકારની ખલેલ કે કોઈ પ્રકારનો આવાજ નથી હોતો. મને ખબર હોય છે કે અત્યાર અને સુવા વચ્ચે ફક્ત એક જ વસ્તુ છે અને તે છે જે કાર્ય હું કરું છું. એક અદ્ભુત લાગણી છે.
૯. જયારે તમે મોડા સુવો છો અને મોડા ઉઠો છો ત્યારે તમે અણગમતા કર્યો ખરેખર સારી કાર્યશીલતાથી કરી શકો છો. જે સામાન્ય રીતે આળસથી અને રોજીંદા કાર્ય ની જેમ વિચારીને કરો છો. તમને ખબર પડશે કે તમે કેમ ઓછા સમયમાં એ બધા કર્યો ફટાફટ પતાવી દીધા છે અને તે પણ તે વિષે વધુ વિચાર કાર્ય વગર. જેમ કે સવારે તૈયાર થવું અને કામે જવું.
૧૦. જયારે તમે મોડે સુધે કોઈ કામમાં રચ્યા પચ્યા રહો છો અને એ કાર્ય પૂરું કરી દો છો ત્યારે તમને કશુક સારી રીતે પૂરું કાર્યની લાગણી થાય છે. આવી સંતોષ ની લાગણી સાથે જયારે સુવા જાઓ છો અને આંખો બંદ કરો છો એ લાગણી ની કોઈજ તુલના ના થઇ સકે.

આથી, સવારે કેટલા વાગે ઉઠીશું ના વિચારને પડતો મૂકી દો. સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે સારું છે અને તે લોકો કરી શકે છે પણ એ બધા માટે નથી. કેટલા કલાક તમે આરામથી સારી રીતે સુઈ શકો છો એ મહત્વનું છે અને પોતાના પાસે જાણવા જેવું છે. થોડા દિવસો વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, અને થોડા દિવસ મોડે સુધે જાગવાનો. કેવું અનુભવ થાય છે? અને પછી એવું જ કરો કે જે નીંદર પછી તમે સારી નીંદરની લાગણી ત્યાં, તમે દિવસ દરમ્યાન કશું સ્વસ્થ મન થી કાર્ય કરી શકો અને તમને કુદરતી જીવનચર્યાની લાગણી થાય.

આ બધા કારણો ફક્ત જરૂરિયાત મુજબની નીંદર માટે છે. આળસ કે વધુ નીંદર માટે નહિ.

બસ થોડા જ વર્ષો માં...

મારી ૪ વરસની દીકરી અમદાવાદની એક સારી શાળામાં ભણે છે. તે નર્સરીમાં છે. તે જયારે શાળા જાય છે ત્યારે તેના દફતરનું આકાર અને વજન જોઇને મને કશુક થાય છે. સાચું કહું તો ખબર નહિ કેવું - પણ ચોક્કસ સારું તો નથી જ લાગતું. મેં એક વખત એને એના દફતરમાં બેસાડી ને પણ જોઈ હતી. એ બરોબર અંદર આવી ગઈ હતી. એના દફતર નું વજન પણ ૭ કિલો છે જયારે એનું વજન ૧૪ કિલો છે. એ દફતર માં ઘણી બધી ચોપડીઓ અંદ બધી જ અગત્યની એટલે કશું પણ ઘરે ભૂલી જવાની શક્યતા નથી. સામે આવું મારી સાથે પણ થયેલું.

હા, ઝીંદગી જરૂર બદલાશે એવી મને ખાતરી છે. આવતા થોડા જ વર્ષોમાં. એ સમય આવવામાં જ છે. હું એવું માનું છું કે આ બધા છોકરાઓ થોડા જ વર્ષોમાં દફતર ની અંદર ચોપડાંની જગ્યાએ Tablet PC લઇ ને જશે - પેલા iPad જેવું. બધી ચોપડીઓ, syllabus અને ઘણું બધું એ Tablet PCમાં preloaded હશે. અને દર વર્ષે છોકરાઓ આ બધું દર નવા વર્ષે નવું શાળાનું કાર્યક્રમ online ખરીદી શકશે. શાળામાં અભ્યાસ અને ઘરે અભ્યાસ - આ બધું એક જ Tablet PCમાં કરી શકશે. તમામ પરીક્ષાઓમાં પણ ફક્ત Tablet PCની જ જરૂર પડશે.

છોકરાઓ (અને તેમના વાલીઓ પણ) Teblet PC દ્વારા વીડિઓ, આવર નવારની પરીક્ષાઓ, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા (chatting) - બધું જ અ એક જ સુરક્ષિત Tablet PC દ્વારા.

આવા વિચાર સાથેમેં ગઈકાલે દુબઈના એરપોર્ટ પર Teblet PC જોવામાં સારો એવો સમય પસાર કર્યો અને આજે વિચારો અહી પ્રસ્તુત કાર્ય છે. 

બસ થોડા જ વર્ષો માં.........