Tuesday, June 4, 2013

હું હવે થાકી ગયો છું માણસોથી

રાતને દીવસ સતત એ કંઈને કંઈ માગ્યા કરે બંઘ આંખે, 
હાથ જોડે, શીશ ઝુકાવે, ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે, 
ધુપને દીવા કરે, પુજન કરે, અર્ચન કરે છે ને કથાકીર્તન, હવન–હોળી કરે, 
મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે… 
મને ફળફુલ, નૈવેદ ને શ્રીફળ ધરે… 
માગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે… 
હું હવે થાકી ગયો છું માણસોથી

આ સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા, પાતાળ ને આકાશમાં… 
તો પણ મને પુરે છે મંદીર – મસ્જીદોની જેલમાં, છું હું ઘણાં યુગોથી કારાવાસમાં, 
હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે, અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરે 
હું હવે થાકી ગયો છું માણસોથી

માણસો સર્જીને કીઘી ભુલ મેં, આજે જુઓ એ મુર્તીઓ મારી જ સર્જે છે હવે એ ડુબાડે છે, 
વીસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે 
હવે રોડ પર કાઢીને શોભાયાત્રા, ડીસ્કોને ડીજે. તાલમાં જાહેરમાં નાચ્યા કરે… 
હું હવે થાકી ગયો છું માણસોથી… 

માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને નોકરી–ઘંઘો… 
સગાઈને સીમંત બંગલોને કાર, સીદ્ઘી–સંપત્તી ને રોગમુક્તી એવી અઢળક માંગણોઓ છે 
અનંત એ મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી મારી કાયમ માનતા માન્યતા કરે 
હું હવે થાકી ગયો છું માણસોથી…! 

---- Written by "Unknown"

Sunday, June 2, 2013

આરોગ્ય : હેડકી

જયારે આપના કોઈ સ્વજન, પ્રિયજન કે સંબંધી આપણને યાદ કરે ત્યારે હેડકી આવે એવું આપના સમાજમાં હેડકી માટે કહેવાય છે.

હેડકી આવાનું મુખ્ય કારણ છે - તીક્ષ્ણ પદાર્થોનું સેવન, ઉત્તેજક દવા, જરૂરિયાત કરતા વધુ ખાવું, જરીરિયાત કરતા વધારે તીખું ખાવું, મરચા અને મસાલેદાર ખાવાનું,પચવામાં અઘરું હોય તેવું ખાવું, ધૂળ, ધુમાડો, ઉપવાસ વગેરે છે.

ઘણી વખત બાળકો ને પણ હેડકી આવતી હોય છે. તેનું કારણ એ છે કે બાળક ને જયારે દૂધ પીવડાવામાં આવે છે ત્યારે જે ગેસ પેદા થાય છે તે ડાયફ્રેમથી ટકરાઈ ને નસો માં ખેચાણ પેદા કરે છે. બીમારીની દ્રષ્ટિથી તો આ કોઈ બિમારી નથી પણ આ અન્ય કોઈ ગંભીર બીમારી નો સંકેત કરે છે. આથી આનો ઉપચાર જરૂરી છે.

હેડકી દૂર કરવાના ઉપાય
  • જર્મન વિજ્ઞાનીઓ ના માટે જયારે હેડકી આવવાની શરુ થાય ત્યારે થોડી ખંડ ફંકી લેવી.
  • અજમાના દાન મોમાં રાખી ને તેનો રસ ચુસ્વો.
  • નારિયેળ (ટોપરા)ના ચુરા માં ખંડ નાખી ને ખાવું.
  • પીસેલી કાળી મારી અને પીસેલી સાકાર અડધી અડધી માત્રામાં અડધી ચમચી જેટલું લેવું. તેને એક ગ્લાસ પાણી માં ભેળવી ને પીવાથી પણ હેડકીમાં થાય છે.
  • દર કલાક ના અન્તરે એક ચમચી મધ ચાટવાથી પણ હેડકીમાં રાહત થાય છે.
  • પોધીનાના પાંદડા મોમાં રાખી ને ચૂસવાથી અથવા પોધીના સાથે સાકાર ચાવવાથી પણ રાહત થાય છે. 
  • ગાયના દૂધમાં સાકાર ભેળવીને પીવાથી પણ હેડકીમાં રાહત થાય છે.
  • અડધી ચમચી તુલસી નો રસ અને અડધી ચમચી મધ સવાર સાંજ લેવું.