Friday, April 22, 2011

૨૫૦ રૂપિયા ની એક CD

મારી દીકરીની નિશાળમાંથી મને જણાવવામાં આવ્યું કે ૨૫૦ રૂપિયામાં નિશાળ એક CD આપશે જેમાં ગત વર્ષના ફોટા છે. હા, ૨૫૦ રૂપિયા માં એક CD. આજ ના આધુનિક digital દુનિયા માં એક CD ના ૨૫૦ રૂપિયા? બસો ને પચાસ રૂપિયા?

આજે ૨૫૦ રૂપિયાની કોઈ કીમત નથી? અથવા તો પછી આ મોંઘવારીમાં એક CDની કીમત ૨૫૦ રૂપિયા? જો નિશાળ માં ૧૦૦ છોકરાઓ પણ ભણતા હોય તો ૨૫૦૦૦ રૂપિયા થાય. આજે દરેક ને ખબર છે કે બજારમાં એક CDની કીમત માત્ર ૨ થી ૨૦ રૂપિયા વચ્ચે છે. આજે દરેક વાલી પોતાના છોકરાઓ ના ફોટા માટે ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ફાટક દઈ ને આપે દેશે. આ ભાવના લગભગ દરેક નિશાળ ના અધિકારીઓ ને ખબર છે. બસ આ જ ભાવના ને આજે દરેક નિશાળ વસૂલ કરે છે.

અમદાવાદમાં આજે દરેક ખૂણામાં એક નિશાળ ખૂલી ગયી છે. એડમીશન ફી, ટુશન ફી, ફોર્મ ફી, સમર કેમ્પ ફી, નાસ્તા ફી, વાહન ફી, યુનીફોર્મ ફી, ચોપડા ફી, વગેરે વગેરે... આજે ૨ વર્ષ ના એક બાળક ને સામાન્ય બાલમંદિરમાં એક વર્ષ ભણાવા માટે વાલીઓ પાસે થી અંદાજે ૧૫ - ૨૦ હજાર રૂપિયા સુધી લેવામાં આવે છે.

જયારે મેં મારી દીકરી નું દફતર જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું. એ દફતરમાં મેં મારી દીકરી ને બેસાડી દીધે. એ તો આવી ગઈ દફતરમાં અને હજુ થોડે જગ્યા વધે હતી. હા હા હા ..... ખરેખર .. હું મજાક નથી કરતો.. આવતા વર્ષે પણ એ આ દફતરમાં આવી જશે. અને એના બૂટની કીમત ૧૧૦૦ રૂપિયા.

ખરેખર, આ પણ એક ખૂબ સરસ ધંધો છે જેમાં કમાણી પુષ્કળ છે અને ઘરાકી પણ ઓછી નથી......

આપ સહુના અનુભવો અને પ્રતિભાવોને આમંત્રણ છે....... 

1 comment:

  1. there are many more stuffs [especially to Rob the parents] in education business.... so imagine about those poor parents how their children can get better education? what will happen to next generation in India?

    ReplyDelete