Wednesday, August 29, 2012

સુનીતા

જેમ આપ જાણો છો કે હું અમદાવાદમાં રહું છું. થોડા સમય પહેલા હું કસા કામ માટે ગામમાં ગયો. પાછા ફરતી વખતે રસ્તામાં મને ભૂખ લાગી અને મેં એક લારી પાસે ગાડી રોકી. એક ઢોસા માટે લારીવાળાને કહી ને અમે રાહ જોવા લાગ્યા. ખાવાનું આવ્યું એટલે હું ખાવા લાગ્યો. અચાનકમેં જોયું કે એક ૪ - ૫ વરસની છોકરી મારી તરફ આવી અને મારા ઢોસા તરફ જોવા લાગી. મેં પ્રેમથી તેના તરફ જોયું તો તેને કહ્યું, "કાકા મને ભૂખ લાગી છે, તમે મને ખવડાવોને". ખબર નહિ પણ તે છોકરી મને ખૂબ ભોળી લાગી અને ગમી ગઈ. તેની નાક વહેતી હતી. કપડા મેલા હતા. તે કદાચ દુનિયા માટે ભિખારી હતી. હું વિચારતો હતો ત્યાં જ તેને ફરીથી કહ્યું "કાકા મને ભૂખ લાગે છે." હું પોતાની જાતને રોકીના શક્યો અને મેં બીજો ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો અને તેને ખાધું.

થોડી વાર પછી મેં તેને પૂછ્યું, દીકરા તારું નામ શું છે? તેણે કહ્યું "સુનીતા". પછી મેં તેણે પૂછ્યું કે દીકરા તારી માં ક્યાં છે? તેણે કહ્યું "ખોવાઈ ગઈ, ઘણા દિવસથી નથી મળતી." તે જરા પણ રોઈ નહિ પણ હા તેની આંખો માં દુખ હતું. મેં પૂછ્યું કે તારા પપ્પા ક્યાં છે? "ખબર નથી". મેં વધુ પૂછ્યું, કે તારા પપ્પા શું કરે છે? "ખબર નહિ પણ નૌકરી કરવા જાય છે" અને તે રોવા લાગી. મને ખબર ના પડે કે મારે શું કહેવું? તેનું રડવું જોઇને મારું દિલ ભરાઈ આવ્યું.

હું તેણે પોલીસ પાસે લઇ ગયો. પોલીસ બધી વાત જાણ્યા બાદ મને થોડે વાર બેસવાનું કહ્યું. હું તે છોકરી સાથે બહાર બેસી ગયો. થોડી વાર રમી ને તે છોકરે મારા ખોડામાં માથું રાખીને સુઈ ગઈ. ૨ -૩ કલાક થયા ત્યારે મને અંદર જઈને પૂછવાની ઈચ્છા થઇ પણ છોકરી જાગીના જાય એટલે રાહ જોઈ. ના ખબર પડે તો હું તે છોકરીને ઘરે લઇ જવા માંગતો હતો. જેમ મારી ૨ છોકરીઓ તેમ આપ પણ મારી ત્રીજી છોકરી. ૪ કલાકના અંતે એક પોલીસવાળા ભાઈ મારી પાસે આવ્યા અને જણાવ્યું કે તેના પિતાનો સંપર્ક કર્યું છે. તેમને ફરિયાદ લખવી હતી દીકરી ગુમ થવાની. તેઓ આવતા જ હશે થોડા સમયમાં. કલાક બાદ જયારે તેના પપ્પા આવ્યા અને જે રીતે છોકરી ને ગળે લગાવી છે તે જોઇને મને ખુબજ ખુશી થઇ. છેલ્લા એક અઠવાડિયાથી તે ગુમ હતી. પિતા અને પુત્રી નું મિલન જોઇને મારી આંખ ભરાઈ ગઈ. હું ત્યાંથી ચાલતો થયો.

પાછા વળતી વખતે મને ખુશી હતી કે તેણે તેના માં-બાપ મળી ગયા. સાથે સાથે વિચાર આવતો હતો કે જયારે હું મારી બે દીકરીઓનું કન્યાદાન કરીને આવીશ ત્યારે પણ આવું જ અનુભવ કરીશ. તેમની ખુશી જોઈ ને ખુશી પણ તેમનાથી દૂર જવાનું દુખ.

Monday, August 20, 2012

એક લવ સ્ટોરી

આજે સવારે મેં નક્કી કર્યું કે ઓફીસ ચાલતા જવું. બેગ ડ્રાઈવરને આપી દીધી અને હું ચાલતો ઓફિસે જવા નીકળ્યો. વાતાવરણમાં ઠંડક હતી અને આજે તડકો પણ નીકળેલો હતો. ચાલવાની અને ખુલા વાતાવરણનો આનંદ ઉઠાવતો હું ઓફીસ તરફ જઈ રહ્યો હતો.

ચાલતા ચાલતા રસ્તામાં મને એક સુંદર સ્ત્રી સામેથી આવતી દેખાઈ. ખૂબજ શાંત અને સુંદર ચહેરો અને તેની આંખો ખૂબજ આકર્ષક લાગી. તે કદાચ પંજાબી હતી તેવું મને તેની ડ્રેસ પરથી લાગ્યું. તેના ચહેરા પરનું કુદરતી સ્મિત અને આંખો - જેમ જેમ અમે એક બીજાથી નજીક આવતા ગયા મારી નજર તેના ચહેરા પરથી હતી જ ના શકી. જેમ જેમ અમે નજીક આવતા ગયા, મારા ધબકારા વધતા જ ગયા. અને ૨ - ૩ મિનીટ પછી જયારે એ મને ક્રોસ કરી ગઈ ત્યારે મારા દિલ એ કહ્યું - પાછળ વળી ને તેને જોવું - પણ મારા દિમાગે પરિસ્થિતિને કાબુમાં કરી. પણ તેની બીજી જ ક્ષણે મારા દિલ નો વિજય થયો અને મેં પાછળ વળીને જોયું. મને આશ્ચર્ય થયું કે તે પણ પાછળ વાડી ને મારી તરફ જોઈ રહી હતી. નજરોથી નજરો મળી અને સ્મિત ની આપ-લે થઇ અને અમે પોત પોતાની દિશામાં આગળ વધી ગયા. કદાચ તેને ખબર પડી ગઈ હતી .....

ઓફીસ તરફ ચાલવાનો બાકીનો સમય બસ એક જ ગીત મનમાં રમ્યા કરતુ હતું - દો પલ રૂકા... ખ્વાબો કા કરવાં .. ઔર ફિર ચલ દિયે ... તુમ કહાં હમ કહાં ....

બસ આ રીતે અમારી લવ સ્ટોરીનો અંત આવ્યો.

Tuesday, August 7, 2012

નયા ચુન્ની વાલા ડ્રેસ

રાધા દૌડતી દૌડતી આવી અને તેના પપ્પાના ખોડામાં બેસી ગઈ. પપ્પાએ પૂછ્યું કે કેમ છે દીકરા? તું આજે નીચે રમવા નથી ગયી? રાધાએ કહ્યું "ના, આજે બારે જવાની ઈચ્છા નથી. મેં લેસન પણ કરી લીધું છે. પપ્પાએ કહ્યું સરસ, મારી ડાહી દીકરી. તેને બે ચોકલેટ આપી. રાધા ચોકલેટ લઇ ને બીજા રૂમ માં જતી રહી. આજે રાધા ના ચહેરા ઉપરથી સ્મિત ગાયબ હતું. તે ખુશ નહોતી દેખાતી.

થોડી વાર પછી રાધા પછી પપ્પા પાસે આવી અને બાજુમાં બેસી ને ટીવી જોવા લાગે. પપ્પાએ રાધાને પૂછ્યું કે શું થયું? આજે તું આમ ચુપ ચાપ કેમ છે? રાધાએ કહ્યું કે પપ્પા મારો ચુન્ની વાળો ડ્રેસ જુનો થઇ ગયો છે - નવો લાવો પડશે. પપ્પાએ કહ્યું કે બેટા તારો આ ડ્રેસ તો થોડા સમય પહેલા જ લાવેલા. ખરાબ પણ નથી થયો રાધાએ કહ્યું કે ના, મને આ ડીઝાઇન સારી નથી લગતી, નવી લાવી પડશે. પપ્પા થોડી વાર સુધી જવાબ ના આપ્યો તો રાધાએ ફરીથી પૂછ્યું "કહોને પપ્પા, મારો નવો ચુન્ની વાળો ડ્રેસ ક્યારે લાવશો"?

રાધાના પપ્પાએ કહ્યું, "જયારે આ ડ્રેસ ફાટી જશે ત્યારે નવી લાવીશું."

રાધાને ખબર હતી કે આ ડ્રેસ જલ્દીથી જુનો નહિ થાય અને ફાટશે નહિ. ત્યાં સુધી પપ્પા નવી ડ્રેસ નહિ લાવે. અચાનક રાધાને કશું સુઝે છે. તે બીજા રૂમમાં જઈને તે ડ્રેસ કાતર વળે થોડે કાપી નાખે છે. અને પછી તે ડ્રેસ પહેરીને નીચે રમવા ભાગી જાય છે. થોડે વાર રમ્યા બાદ પાછી આવીને પપ્પા પાસે બેસી જાય છે. પપ્પાને થોડે વાર જોયા પાછી કહે છે "પપ્પા, હું નીચે રમતી હતી ત્યારે મારો ડ્રેસ ફાટી ગયો. હવે નવો ચુન્ની વાળો ડ્રેસ લાવી દો".

બીજા દિવસે પપ્પાએ રાધાને તેની પસંદનો ચુન્ની વાળો ડ્રેસ લાવી દીધો !