Tuesday, September 13, 2022

મન

યાદ મને એ કરશે જ્યારે ખુદ મુશ્કેલ માં પડશે,
હાથ ના કર્યા હૈયે લાગે તોય દોષ બીજા નો ધરશે,

ચંદન ટિલા ટપકા, માળા જપ અને તપ,
લાખો રૂપિયા મંદિર માં ધરી મને લાંચ આપવા નું કરશે

ખોટા આંસુ, સ્મશાન વૈરાગ્ય અને ઠાલા એના વાયદા
ઘેર જઈ ને આ મનુષ્ય જે કરતો હોય એ કરશે ..

ઠાવકુ મો અને અસ્ખલિત અમી વાણી, ઉપદેશો ની વણઝાર
ખુદ પર અમલ કરવું હોય ત્યારે હજાર ત્રાગા કરશે .

-----' મન " મનીષ મહેતા

હું હવે થાકી ગયો છું માણસોથી…

રાતને દીવસ સતત એ કંઈને કંઈ માગ્યા કરે બંઘ આંખે,
હાથ જોડે, શીશ ઝુકાવે, ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે,
ધુપને દીવા કરે, પુજન કરે, અર્ચન કરે છે ને કથાકીર્તન, હવન–હોળી કરે,
મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે…
મને ફળફુલ, નૈવેદ ને શ્રીફળ ધરે…
માગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે…
હું હવે થાકી ગયો છું માણસોથી

આ સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા, પાતાળ ને આકાશમાં…
તો પણ મને પુરે છે મંદીર – મસ્જીદોની જેલમાં, છું હું ઘણાં યુગોથી કારાવાસમાં,
હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે, અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરે
હું હવે થાકી ગયો છું માણસોથી

માણસો સર્જીને કીઘી ભુલ મેં, આજે જુઓ એ મુર્તીઓ મારી જ સર્જે છે હવે એ ડુબાડે છે,
વીસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે
હવે રોડ પર કાઢીને શોભાયાત્રા, ડીસ્કોને ડીજે. તાલમાં જાહેરમાં નાચ્યા કરે…
હું હવે થાકી ગયો છું માણસોથી…

માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને નોકરી–ઘંઘો…
સગાઈને સીમંત બંગલોને કાર, સીદ્ઘી–સંપત્તી ને રોગમુક્તી એવી અઢળક માંગણોઓ છે
અનંત એ મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી મારી કાયમ માનતા માન્યતા કરે
હું હવે થાકી ગયો છું માણસોથી…!

---- Written by "Unknown"