Sunday, April 24, 2011

દિવાળી - ત્યારે અને અત્યારે

દિવાળી?
હા, દિવાળી. હું આપણા તહેવાર દિવાળી વિષે વાત કરવા માંગું છું.

જ્યારથી મેં શ્રીમતીજીને મારી પાછા જવાની ટિકટ બૂક કરવાની વાત કરી છે ત્યારથી જ શ્રીમતીજીએ સવાલો પૂછવા નો દૌર શરુ કર્યો છે.

પાછા ક્યારે આવશો?
હજુ કેટલા વરસ બારે નૌકરી કરવાની બાકી છે?
છેલ્લા ૫ વરસ થી દિવાળી ઘરે નથી કરી. આ વર્ષે શું પ્લાન છે?
૩ મહિના પછી તો એક વખત આવશો ને કે પછી આ વખતે પણ ૬ મહિના?
છોકરાઓની યાદ તમનેના આવે તો કઈ નહિ પણ છોકરા યાદ કરે છે તેનું શું?
વગેરે વગેરે.

આ સવાલો પછી હું વિચારતો હતો કે હું નાનો હતો ત્યારે દિવાળી કેવી હતી અને આજે શું છે !!!

દિવાળી ની શુભ કામનાઓ ને જ લઇ લો. પહેલા શુભ કામનાઓ ના પત્રો અને કાર્ડ આવતા હતા. ઢગલા બંધ ટપાળો. આજે તો ભાગ્યે જ આવે અને આવી જાય તો ઘણા લોકો ને નવાઇ પણ લાગે છે. આજે SMS અને e-mail આવે છે. આમાં પણ અલગ અલગ પ્રકાર ના લોકો છે.

જત્થાબંધ : એ લોકો જે ફોન બૂક ના બધા ને એક સાથે SMS મોકલે છે. એમાં મોટા ભાગ ના એવા લોકો હોય છે જેમની ૫૦ પૈસામાં SMS નું પ્લાન હોય છે.
કલાપ્રેમી : આ પ્રકાર ના લોકો "દિવાળી ની શુભકામનાઓ" કે "નવા વર્ષ ની શુભકામનાઓ" માત્ર ના SMSથી નથી ચાલતું. આ પ્રકાર ના લોકો દીવો, ફટાકડા, શુભકામનાઓનું અદભૂત કે અઘરું લખાણ, ફોટા અને કશુક કલાત્મક SMS મોકલે છે. થોડા ઘણા આવા કલાત્મક SMS બનાવે છે અને મોકલે છે અને બાકીના એને ફોરવર્ડ કરે છે.
ફક્ત પ્રતિઉત્તર : આમાં એવા પ્રકારના લોકો હોય છે જે પોતે કદી SMS નથી મોકલતા પણ આવેલા SMS નું ફક્ત ઉત્તર / જવાબ આપે છે. અંગ્રેજી માં જેને "Reply Only " કહી શકાય. 
હું પણ આ પ્રકારના લોકોમાંનો એક છું :)
ભયાનક : "દિવાળીની શુભકામનાઓ. શું તમે આ વર્ષનો આવક વેરો ભર્યો છે? જો ના ભર્યું હોય તો ૩૧ મી તારીખ પહેલા ભરી દો......." હા, આવા અથવા આવા પ્રકાર ના SMS પણ આવે છે.

આ સિવાય પણ દિવાળી આપણા જેવા લોકો માટે બદલી ગઈ છે.

ત્યારે : વરસ માં એક વખત બાળકો ના નવા કપડા આવતા.
અત્યારે : હવે તો દર અઠવાડીયે "Mall"માં જઈને દિવાળી મનાવીયે છીએ.

ત્યારે : સુતરબોમ્બ, હાજર ફટાકડાવાડી લડી, રોકેટ બોમ્બ વગેરે
અત્યારે : આનર, ફુલઝડી, ચક્રી વગેરે

ત્યારે : રૂ ની દિવેટ, માટી નું તેલ, દીવા
અત્યારે : વેક્ષવાળા તૈયાર દીવા બજારથી ખરીદી લાવીએ છીએ.

ત્યારે : ઘીવારા લાડુ અને બરફી ખાવાનાં દિવસો
અત્યારે : સુગર-ફ્રી મીઠાઈ અને ચોકલેટ ખાવી પડે છે.

ત્યારે : પ્રશ્ન - આ વર્ષે ઘરાકની શું ભેટ મોકલું?
અત્યારે : ઉત્તર - અમારી પેઢી / કમ્પનીમાં ભેટ-સોગાદો લેવાની મનાઈ છે.

હું દિવાળીના ત્યારના કે અત્યારના દિવસો પ્રત્યે ઉદાસીન નથી - સિવાય કે ત્યારની મીઠાઈઓ અને ફરસાણ - ખાસ કરી ને ગુંજયા જે આજે પણ એવા નથી બનતા. આજે આડોશી પાડોશી બજારથી લાવેલી મીઠાઈના ડબ્બા એક બીજાને આપે છે.

ગમે તે હોય, "અત્યારે" વધુ અગત્ય નું છે "ત્યારે" કરતા. પણ હા, દિવાળી તો હજુ પણ છે અને આપણ ને ઉત્સાહ પણ એટલું જ કાયમ છે. અને હા, "છે" અને "નથી" વચ્ચેનો ભેદ તો રહેશે.

એટલે, આવતી દિવાળી સુધી આપ સૌને શુભેચ્છાઓ.

No comments:

Post a Comment