Saturday, October 20, 2012

માણસાઈનો સંબંધ


ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય 
દો પાટણ કે બીચ મેં સાબુત બચા ના કોઈ 

ઉપરોક્ત કબીરના દોહો આજે સાંભળ્યું અને વિચારવા લાગ્યો - હા ઝીંદગીમાં આપને ઘણું બધું જોઈએ છીએ, અનુભવીએ છીએ, ઘણી જાતની પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. આજે દરેક સંબંધોની વ્યાખ્યા કેટલી અઘરી થઇ ગઈ છે. સંબંધનો પ્રથમ અર્થ અપેક્ષા છે.  જયારે આ બાબતનો પોતાની ઉપર ચિંતન કરીએ તો ખબર પડે છે કે આપને દરેક સંબંધમાંથી કેટલી બધી અપેક્ષા રાખીએ છીએ. જયારે આ આપેક્ષા અને આશા ના રહે ત્યારે જ પ્રેમ અને માણસાઈનો સંબંધ બંધાય છે. સંબંધો માં લગભગ બધી જ ગુચવાનો અપેક્ષા થી જ આવે છે. 

મને એક વાત કહેવામાં આવી કે  - સામાન્ય રીતે જયારે કોઈ આપણા ઘર કરતા મોટું ઘર બનાવે કે મોટી ગાડી લઇ આવે તો આપણ ને કશું ફેર ના પડે પણ જયારે આપનો સંબંધી લઈને આવે છે ત્યારે ઈર્ષ્યા અનુભવીએ છીએ. મેં આ બાબતનો ઘણો વિચાર કર્યો. જો ઈર્ષ્યા થાય તો સંબંધ માણસાઈનો ના કહેવાય. મારામાં ઈર્ષ્યા ના આવે એ મારે જોવાનું રહ્યું. અને હા, મને ઈર્ષ્યા નઈ થાય કારણ કે એનો મતલબ એમ થાય કે હું મારી જરૂરિયાતો વિષે સચેત નથી. જો જરૂરિયાત હોય તો મારામાં એને  પૂરી કરવાની સક્ષમતા હોવી જોઈએ. સક્ષમ વ્યક્તિ સામાન્ય રીતે સંતોષી હોય છે. અહી સક્ષમતા કોને કહેવી એ પણ અઘરો પ્રશ્ન છે કારણ કે જરૂરિયાતો નો વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે.  

Monday, October 15, 2012

શંભુ શરણે પડી

શંભુ શરણે પડી માંગુ ઘડીયે ઘડી દરશન આપો
દયા કરી શિવ દરશન આપો

તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી