Friday, May 27, 2011

પ્રવાસ - ઈથીઓપિયા

 ઘરે ૨ મહિના થી વધુ આરામ કર્યા પછી મારે ઓક્ષ્ફોર્ડ જવાનું થયું. દર વર્ષે જાહેર આરોગ્ય વિષે અમારી એક કાર્યશાળા યોજાય છે. આ કાર્યશાળામાં અમારી સંસ્થાએ કરેલ કાર્યો અને તેમાંથી શીખવા મળેલ બાબતો વિષે ચર્ચા થાય છે. ખૂબ જ રસ પ્રદ અને જાણવા જેવું હોય છે તેથી મને પણ ખૂબ જ રસ પડે છે. દુનિયા માં નવા નવા પ્રયોગો અને અવનવી પ્રગતિ વિષે પણ જાણવા મળે છે.  આ સિવાય મારી સાથે કામ કરતા ૬૦ - ૭૦ જેટલા મારા જેવા લોકો ને મળવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનો મોકો પણ મળે છે. મેં આ વર્ષે હૈતીમાં કરેલ કૂપન પદ્ધતિથી રાહત સામગ્રીના વિતરણ વિષે બધાને વાત કરી. બધાને ખૂબ જ રસ પડ્યો.  
આજે આ કાર્યશાળા પૂર્ણ થયી અને હવે આવતી કાલે હું અમદાવાદ પરત આવીશ. સાંજે મને જણાવવામાં આવ્યું કે મારી હવે ઈથીઓપિયા જવાનું છે. ૪ મહિના માટે. ખૂબજ ખુશ છું કારણ કે નવા દેશ વિષે જાણવાનું મળશે. ઈથીઓપિયા દુનિયાનું ૨૭મુ સૌથી મોટું દેશ છે અને તેની વસ્તી ૮.૫ કરોડની છે.  ત્યાં હાલમાં દુષ્કાળ છે અને તીગ્રાય નામનો વિસ્તાર આ દુષ્કાળથી ખૂબજ પ્રભાવિત છે. મારે અહી દુષ્કાળ ની અસર લોકો પર ઓછી થાય તેના માટે કામ કરવાનું છે. જેમાં મારે ખાસ તો લોકોને પાણી મળી રહે, સામાન્ય આરોગ્ય જળવાઈ રહે અને લોકોને આમ કરવા માટે જરૂરી એવી વસ્તુઓ પૂરી પડવાનું કાર્ય કરવાનું છે.
આમદાવાદ આવી ને તરત જ મારે વિઝા મેળવવો પડશે અને તે મળ્યે ઈથીઓપિયા જવાનું.
આ વિષે વધુ ત્યાં પહોચ્યા પછી....

No comments:

Post a Comment