Wednesday, August 29, 2012

સુનીતા

જેમ આપ જાણો છો કે હું અમદાવાદમાં રહું છું. થોડા સમય પહેલા હું કસા કામ માટે ગામમાં ગયો. પાછા ફરતી વખતે રસ્તામાં મને ભૂખ લાગી અને મેં એક લારી પાસે ગાડી રોકી. એક ઢોસા માટે લારીવાળાને કહી ને અમે રાહ જોવા લાગ્યા. ખાવાનું આવ્યું એટલે હું ખાવા લાગ્યો. અચાનકમેં જોયું કે એક ૪ - ૫ વરસની છોકરી મારી તરફ આવી અને મારા ઢોસા તરફ જોવા લાગી. મેં પ્રેમથી તેના તરફ જોયું તો તેને કહ્યું, "કાકા મને ભૂખ લાગી છે, તમે મને ખવડાવોને". ખબર નહિ પણ તે છોકરી મને ખૂબ ભોળી લાગી અને ગમી ગઈ. તેની નાક વહેતી હતી. કપડા મેલા હતા. તે કદાચ દુનિયા માટે ભિખારી હતી. હું વિચારતો હતો ત્યાં જ તેને ફરીથી કહ્યું "કાકા મને ભૂખ લાગે છે." હું પોતાની જાતને રોકીના શક્યો અને મેં બીજો ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો અને તેને ખાધું.

થોડી વાર પછી મેં તેને પૂછ્યું, દીકરા તારું નામ શું છે? તેણે કહ્યું "સુનીતા". પછી મેં તેણે પૂછ્યું કે દીકરા તારી માં ક્યાં છે? તેણે કહ્યું "ખોવાઈ ગઈ, ઘણા દિવસથી નથી મળતી." તે જરા પણ રોઈ નહિ પણ હા તેની આંખો માં દુખ હતું. મેં પૂછ્યું કે તારા પપ્પા ક્યાં છે? "ખબર નથી". મેં વધુ પૂછ્યું, કે તારા પપ્પા શું કરે છે? "ખબર નહિ પણ નૌકરી કરવા જાય છે" અને તે રોવા લાગી. મને ખબર ના પડે કે મારે શું કહેવું? તેનું રડવું જોઇને મારું દિલ ભરાઈ આવ્યું.

હું તેણે પોલીસ પાસે લઇ ગયો. પોલીસ બધી વાત જાણ્યા બાદ મને થોડે વાર બેસવાનું કહ્યું. હું તે છોકરી સાથે બહાર બેસી ગયો. થોડી વાર રમી ને તે છોકરે મારા ખોડામાં માથું રાખીને સુઈ ગઈ. ૨ -૩ કલાક થયા ત્યારે મને અંદર જઈને પૂછવાની ઈચ્છા થઇ પણ છોકરી જાગીના જાય એટલે રાહ જોઈ. ના ખબર પડે તો હું તે છોકરીને ઘરે લઇ જવા માંગતો હતો. જેમ મારી ૨ છોકરીઓ તેમ આપ પણ મારી ત્રીજી છોકરી. ૪ કલાકના અંતે એક પોલીસવાળા ભાઈ મારી પાસે આવ્યા અને જણાવ્યું કે તેના પિતાનો સંપર્ક કર્યું છે. તેમને ફરિયાદ લખવી હતી દીકરી ગુમ થવાની. તેઓ આવતા જ હશે થોડા સમયમાં. કલાક બાદ જયારે તેના પપ્પા આવ્યા અને જે રીતે છોકરી ને ગળે લગાવી છે તે જોઇને મને ખુબજ ખુશી થઇ. છેલ્લા એક અઠવાડિયાથી તે ગુમ હતી. પિતા અને પુત્રી નું મિલન જોઇને મારી આંખ ભરાઈ ગઈ. હું ત્યાંથી ચાલતો થયો.

પાછા વળતી વખતે મને ખુશી હતી કે તેણે તેના માં-બાપ મળી ગયા. સાથે સાથે વિચાર આવતો હતો કે જયારે હું મારી બે દીકરીઓનું કન્યાદાન કરીને આવીશ ત્યારે પણ આવું જ અનુભવ કરીશ. તેમની ખુશી જોઈ ને ખુશી પણ તેમનાથી દૂર જવાનું દુખ.

No comments:

Post a Comment