Monday, October 15, 2012

શંભુ શરણે પડી

શંભુ શરણે પડી માંગુ ઘડીયે ઘડી દરશન આપો
દયા કરી શિવ દરશન આપો

તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

No comments:

Post a Comment