Showing posts with label ટૂંકી વાર્તા. Show all posts
Showing posts with label ટૂંકી વાર્તા. Show all posts

Saturday, July 22, 2023

इंसानियत अभी तक जिंदा है

एक सज्जन रेलवे स्टेशन पर बैठे गाड़ी की प्रतीक्षा कर रहे थे तभी जूते पॉलिश करने वाला एक लड़का आकर बोला~ ‘‘साहब! बूट पॉलिश कर दूँ ?’’

उसकी दयनीय सूरत देखकर उन्होंने अपने जूते आगे बढ़ा दिये, बोले- ‘‘लो, पर ठीक से चमकाना।’’
लड़के ने काम तो शुरू किया परंतु अन्य पॉलिशवालों की तरह उसमें स्फूर्ति नहीं थी।

वे बोले~ ‘‘कैसे ढीले-ढीले काम करते हो? जल्दी-जल्दी हाथ चलाओ !’’
वह लड़का मौन रहा।
इतने में दूसरा लड़का आया। उसने इस लड़के को तुरंत अलग कर दिया और स्वयं फटाफट काम में जुट गया। पहले वाला गूँगे की तरह एक ओर खड़ा रहा। दूसरे ने जूते चमका दिये।
‘पैसे किसे देने हैं?’ इस पर विचार करते हुए उन्होंने जेब में हाथ डाला। उन्हें लगा कि ‘अब इन दोनों में पैसों के लिए झगड़ा या मारपीट होगी।’ फिर उन्होंने सोचा, ‘जिसने काम किया, उसे ही दाम मिलना चाहिए।’ इसलिए उन्होंने बाद में आनेवाले लड़के को पैसे दे दिये।

उसने पैसे ले तो लिये परंतु पहले वाले लड़के की हथेली पर रख दिये। प्रेम से उसकी पीठ थपथपायी और चल दिया।

वह आदमी विस्मित नेत्रों से देखता रहा। उसने लड़के को तुरंत वापस बुलाया और पूछा~ ‘‘यह क्या चक्कर है?’’
लड़का बोला~ ‘‘साहब! यह तीन महीने पहले चलती ट्रेन से गिर गया था। हाथ-पैर में बहुत चोटें आयी थीं। ईश्वर की कृपा से बेचारा बच गया नहीं तो इसकी वृद्धा माँ और बहनों का क्या होता,बहुत स्वाभिमानी है... भीख नहीं मांग सकता....!’’

फिर थोड़ा रुककर वह बोला ~ ‘‘साहब! यहाँ जूते पॉलिश करनेवालों का हमारा समूह है और उसमें एक देवता जैसे हम सबके प्यारे चाचाजी हैं जिन्हें सब ‘सत्संगी चाचाजी’ कहकर पुकारते हैं। वे सत्संग में जाते हैं और हमें भी सत्संग की बातें बताते रहते हैं। उन्होंने ही ये सुझाव रखा कि ‘साथियो! अब यह पहले की तरह स्फूर्ति से काम नहीं कर सकता तो क्या हुआ???

ईश्वर ने हम सबको अपने साथी के प्रति सक्रिय हित, त्याग-भावना, स्नेह, सहानुभूति और एकत्व का भाव प्रकट करने का एक अवसर दिया है।जैसे पीठ, पेट, चेहरा, हाथ, पैर भिन्न-भिन्न दिखते हुए भी हैं एक ही शरीर के अंग, ऐसे ही हम सभी शरीर से भिन्न-भिन्न दिखाई देते हुए भी हैं एक ही आत्मा! हम सब एक हैं।

स्टेशन पर रहने वाले हम सब साथियों ने मिलकर तय किया कि हम अपनी एक जोड़ी जूते पॉलिश करने की आय प्रतिदिन इसे दिया करेंगे और जरूरत पड़ने पर इसके काम में सहायता भी करेंगे।’’

जूते पॉलिश करनेवालों के दल में आपसी प्रेम, सहयोग, एकता तथा मानवता की ऐसी ऊँचाई देखकर वे सज्जन चकित रह गये औऱ खुशी से उसकी पीठ थपथपाई...औऱ सोंचने लगे शायद इंसानियत अभी तक जिंदा है.....!!

Note : Copied from FB.

Thursday, March 30, 2023

લાગણીના દસ્તાવેજ

"પપ્પા, મમ્મી મંદિરે ગઈ છે, ત્યાં એક સવાલ મારા મગજ માં આવ્યો છે, તો હું પૂછું ?"

"પૂછ ને બેટા.." મેં દેવાંગને કીધું,

"પપ્પા, થોડા સમય પહેલા જીતુમામા આવ્યા હતા. નાનાજીનું મકાન વેચી રહ્યા છે. તમે અને મમ્મીએ કોઈ પણ સવાલ-જવાબ કર્યા વગર તેમણે આપેલ પેપર ઉપર સાઇન કરી આપી .. તમે તો મને શીખવાડયું હતું.. કોઈ પણ પેપરને ટોપથી બોટમ સુધી વાંચ્યા વગર સહી કરવી નહીં.."

"તારો સવાલ યોગ્ય છે.. પણ ઘણી વખત પ્રેમ ઉપર વિશ્વાસની જીત હોય છે.. એ માટે તારે જીતુમામાના ભૂતકાળમાં જવું પડશે. અત્યાર સુધી તને વાત કરી ન હતી પણ હવે વાત કરવાનો સમય આવી ગયો હોય તેવું મને લાગે છે."

"તારી માઁ 10 વર્ષની હતી અને તારા જીતુમામા 18 વર્ષના હતા, ત્યારે તારા નાના મતલબ તારી મમ્મીના પપ્પાનું અચાનક અવસાન થયું."

"તારા મામા હજુ કોલેજમાં આવ્યા હતા. કોલેજ જીવન અને તેમના સ્વપ્નાં રોળાઈ ગયા. અચાનક ઘર ચલાવવાની જવાબદારી માથે આવી. સવારની કોલેજ અને ત્યાંથી સીધા નોકરી ઉપર.. રાત્રે થાકીને આવે ત્યારે રાત્રી ના 9 વાગી ગયા હોય... સંઘર્ષ કરતા કરતા તેઓ ગ્રેજુએટ થયા...."

"આ બાજુ.. તારી મમ્મી 15 વર્ષની થઈ, ત્યારે અચાનક તેના ચુનીકાકા કોઈ છોકરો બતાવવા લાવ્યા.. છોકરો SSC પાસ હતો અને કોઈ ફેકટરીમાં મશીન ચલાવતો હતો. એ સમયે તારી માઁ પણ ત્યાં હાજર હતી."

"ચુનિકાકા જ્યારે એવું બોલ્યા કે જીતુ, તારા માથે ઘરની જવાબદારી અચાનક આવી ગઈ છે.. સ્મિતાને ભણાવીને શું ફાયદો ? એ તો પારકા ઘરે જવાની. તેના કરતાં તેના લગ્ન કરી નાખ તો એક જવાબદારી તારા ઉપર થી ઓછી થાય.."

"અત્યાર સુધી સંયમ રાખી અને શાંતિથી સાંભળી રહેલ તારા મામા એકદમ કડવી ભાષામાં લાલ આંખ કરી બોલ્યા..

"કાકા, એ ચિંતા તમારે કરવાની જરૂર નથી.. મારો બાપ ગયો, પછી એક રૂપિયાની મદદ નથી તો તમે કરી કે ન તો મેં તમારી પાસે માંગી છે. તો કયા આધાર ઉપર તમે મને સલાહ આપવા આવ્યા છો ?"

"હવે તમારી જાણ ખાતર સાંભળી લ્યો" .. તેણે સ્મિતાને નજીક બોલાવી માથે હાથ ફેરવી કીધું, "કાકા, આ મારી ફક્ત નાની બહેન નથી, પણ પપ્પાના ગયા પછી એ મારી નજરમાં મારી દીકરીનું પણ સ્થાન ધરાવે છે. તેનો બાપ કે મોટો ભાઈ, જે સમજો તે હું છું...

સ્મિતાની ઈચ્છા હશે, તેટલુ એ ભણશે અને તેની ઇચ્છા હશે, ત્યાં એ લગ્ન કરશે. માટે આજ પછી આવી વાતો લઈ અહીં અમારા ઘરે તમારે આવવું નહિ.."

"કાકા ગયા પછી તારી માઁ જીતુમામાને ભેટી ખૂબ રડી.. તેને ખાતરી થઈ ગઈ કે મારુ જીવન એક સલામત હાથમાં છે."

"તારા મામા તારા નાનાજીનું જુનું બજાજ સ્કૂટર ફેરવતા... પણ તારી માઁ ને કોલેજ માટે એ જમાના નું કાઈનેટિક અપાવી દીધું... તારી માઁ IT એન્જીનીયર થઈ, તેની પાછળ તારા મામાનું વિશેષ યોગદાન રહ્યું. તારા મામા એ સમયે પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હોત અને SSC પાસ મશીન ઓપરેટર સાથે તારી મમ્મીના લગ્ન કરાવી દીધા હોત, તો વિચાર તારી માઁ ની હાલત અત્યારે શું હોત..?"

"તારી મમ્મી અને હું એક જ IT કંપનીમાં સર્વિસ કરતા હતા.. તારી મમ્મીએ જ્યારે મારી સાથે લગ્નની ઈચ્છા જાહેર કરી ત્યારે પણ તારા મામાએ મારા ખાનદાન અને મારી સંપૂર્ણ તપાસ કરી લગ્ન માટે હા પાડી, એક સલામત હાથમાં પોતાની વહાલી બેનનું જીવન મને સમર્પિત કર્યું. અને કન્યાદાન પણ તારા મામા-મામીએ આપી પોતે આપેલ વચન કે જવાબદારી અને ફરજ પુરા કર્યા."

"બેટા, શું તારા મામાને કોઈ આર્થિક માનસિક તકલીફ નહિ પડી હોય ? તારી માઁ ફક્ત નહિ ... પણ મારો સાળો હોવા છતાં કહું છું.. આવી વ્યક્તિ લાખોમાં એક મળે, આવી વ્યક્તિની લાગણી ઈમાનદારી અને રૂપિયાથી જોખવાની ભૂલ ન કરાય.. વચ્ચેનો સમય એવો આવ્યો કે IT સેકટરમાં મંદી આવી, મારી નોકરી જતી રહી, ત્યારે આ આલીશાન ફ્લેટના બે મહિનાના હપ્તા તારા મામાએ ભરી આપ્યા, જે તારી માઁ ને પણ ખબર નથી.. જોકે ફરી મારી નોકરી થતા મેં રૂપિયા પરત કરી દીધા હતા."

દેવાંગની આંખો ભીની થઇ.. તે બોલ્યો "પપ્પા, તમે મારી ગેરસમજો યોગ્ય સમયે દૂર કરી.."

ત્યાં ડોર બેલ વાગ્યો..

મેં જોયું.. તો જીતુમામા, મામી અને સ્મિતા બારણે ઉભા હતા.. મેં ઉભા થઇ તેમને આવકાર્યા.

દેવાંગ તેના મામાને દર વખતે પગે તો લાગતો જ હતો, પણ આજે પ્રથમ વખત તેણે મામાના ચરણ સ્પર્શ કર્યા.

સ્મિતા દોડતી અંદર ગઈ, પાણી લાવી, ભાઈ ભાભીને પગે લાગી. સ્મિતા બોલી, "મંદિરેથી આવતી હતી.. ત્યાં ભાઈ-ભાભી મને મળી ગયા."

જીતુમામાએ થેલીમાંથી બે ચેક કાઢી, સ્મિતાના હાથમાં મૂકી કીધું, "લે બહેન, આ તારા હક્ક નું.."

મેં દેવાંગ સામે જોયું...

સ્મિતા હાથ જોડી બોલી, "મોટાભાઈ... લોકો પહેલા હક્ક કરે છે પછી ફરજ નિભાવે છે, તમે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ફરજ નિભાવી છે... આજે મારુ અસ્તિત્વ અને આર્થિક સધ્ધરતા ફક્ત તમારે આભારી છે... આ ચેક પાછા લઈ જાવ.. ઈશ્વરે મને તમારા જેવો ભાઈ આપ્યો એ પૂરતું છે."

"જો સ્મિતા... અણહક્કનું લેવું નહિ અને હક્કનું જતું કરવું નહીં, એ સિદ્ધાંત ઉપર હું જીવન જીવી ગયો... મેં ધાર્યું હોત તો તું નાની હતી ત્યારે જ મારા નામે પપ્પાનું મકાન કરાવી લીધું હોત.. પણ આ બધી કપટ લીલા કોના માટે કરવાની..?

કોઈ લેણદેણના અધૂરા લાગણી ના સંબંધો તારી અને મારી વચ્ચે હશે.. એટલે તો ઘરની જવાબદારી મારા માથે મૂકી પપ્પા જતા રહ્યા. આવતા જન્મ માટે ચોપડો ચોખ્ખો રાખી જવું છે.." તેઓ ભીની આંખે બોલ્યા.

બન્ને ભાઈ બહેન એક બીજાને ભેટી રડી પડ્યા..

દેવાંગની આંખો ભીની હતી... મામાના ગયા પછી એ બોલ્યો, "પપ્પા, વ્યક્તિ ઓળખવામાં હું કાચો પડ્યો... લાખોમાં આવી એક વ્યક્તિ મળે.. મમ્મી, તું ખરેખર નસીબદાર છે."

મેં હસીને કીધું, "બેટા, હવે ખબર પડી ને કે "લાગણીના દસ્તાવેજ" વાંચવાના ન હોય.."

Thursday, April 13, 2017

દહીંની કિંમત

જયારે મનસુખભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા. પરંતુ તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે. તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે.

પુત્ર મોટો થયો તેના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા. 

પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ એક સવારનાં પૂત્રના ઓફીસે જવાના સમય પહેલાં જમવા બેઠા. જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કહ્યુ કે વહુ બેટા દહીં હોય તો આપોને ? પુત્રની પત્નિએ દહી નથી એવો જવાબ આપ્યો. આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો.

પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે. જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દહીં પણ પત્નિ પીરસે છે. પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે.

થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે. આજે તમારા પુનર્લગ્ન્ છે. પિતાજીએ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁની આવશ્યકતા નહીં હોય. પછી બીજા લગ્ન્ન શું કામ ?

પુત્રએ જવાબ આપ્યો- “ પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ”. હું તો માત્ર તમારા માટે દહીંનો પ્રબંધ કરી રહ્યો છું. કાલથી હું મારી પત્નિ સાથે ભાડાનાં મકાનમાં રહીશ અને તમારી ઓફીસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ જેથી કરીને તમારા દિકરાની વહૂને દહીંની કિમત સમજાય.

બોધ-
માઁ, બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે
તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ?

Tuesday, May 12, 2015

क्या मेरी, क्या तेरी?

पति के घर में प्रवेश करते ही पत्नी का गुस्सा फूट पड़ा : "पूरे दिन कहाँ रहे? आफिस में पता किया, वहाँ भी नहीं पहुँचे! मामला क्या है?"

"वो-वो... मैं..."

पति की हकलाहट पर झल्लाते हुए पत्नी फिर बरसी, "बोलते नही? कहां चले गये थे। ये गंन्दा बक्सा और कपड़ों की पोटली किसकी उठा लाये?"

"वो मैं माँ को लाने गाँव चला गया था।" पति थोड़ी हिम्मत करके बोला।

"क्या कहा? तुम्हारी मां को यहां ले आये? शर्म नहीं आई तुम्हें? तुम्हारे भाईयों के पास इन्हे क्या तकलीफ है?"

आग बबूला थी पत्नी! उसने पास खड़ी फटी सफेद साड़ी से आँखें पोंछती बीमार वृद्धा की तरफ देखा तक नहीं।

"इन्हें मेरे भाईयों के पास नहीं छोड़ा जा सकता। तुम समझ क्यों नहीं रहीं।"
पति ने दबीजुबान से कहा।

"क्यों, यहाँ कोई कुबेर का खजाना रखा है? तुम्हारी सात हजार रूपल्ली की पगार में बच्चों की पढ़ाई और घर खर्च कैसे चला रही हूँ, मैं ही जानती हूँ!" पत्नी का स्वर उतना ही तीव्र था।

"अब ये हमारे पास ही रहेगी।" पति ने कठोरता अपनाई।

"मैं कहती हूँ, इन्हें इसी वक्त वापिस छोड़ कर आओ। वरना मैं इस घर में एक पल भी नहीं रहूंगी और इन महारानीजी को भी यहाँ आते जरा भी लाज नहीं आई?"

कह कर पत्नी ने बूढी औरत की तरफ देखा, तो पाँव तले से जमीन ही सरक गयी!

झेंपते हुए पत्नी बोली: "मां, तुम?"

"हाँ बेटा! तुम्हारे भाई और भाभी ने मुझे घर से निकाल दिया। दामाद जी को फोन किया, तो ये मुझे यहां ले आये।"

बुढ़िया ने कहा, तो पत्नी ने गद्गद् नजरों से पति की तरफ देखा और मुस्कराते हुए बोली।

"आप भी बड़े वो हो, डार्लिंग! पहले क्यों नहीं बताया कि मेरी मां को लाने गये थे?"

Wednesday, November 6, 2013

अपील का जादू

एक देश है ! गणतंत्र है ! समस्याओं को इस देश में झाड़-फूंक, टोना-टोटका से हल किया जाता है ! गणतंत्र जब कुछ चरमराने लगता है, तो गुनिया बताते हैं कि राष्ट्रपति की बग्घी के कील-कांटे में कुछ गड़बड़ आ गयी है। राष्ट्रपति की बग्घी की मरम्मत कर दी जाती है और गणतंत्र ठीक चलने लगता है।

सारी समस्याएं मुहावरों और अपीलों से सुलझ जाती हैं। सांप्रदायिकता की समस्या को इस नारे से हल कर लिया गया—हिन्दू-मुस्लिम, भाई-भाई !

एक दिन कुछ लोग प्रधानमंत्री के पास यह शिकायत करने गये कि चीजों की कीमतें बहुत बढ़ गयी हैं। प्रधानमंत्री उस समय गाय के गोबर से कुछ प्रयोग कर रहे थे, वे स्वमूत्र और गाय के गोबर से देश की समस्याओं को हल करने में लगे थे।
उन्होंने लोगों की बात सुनी, चिढ़कर कहा—आप लोगों को कीमतों की पड़ी है ! देख नहीं रहे हो, मैं कितने बड़े काम में लगा हूँ। मैं गोबर में से नैतिक शक्ति पैदा कर रहा हूं। जैसे गोबर गैस ‘वैसे गोबर नैतिकता’। इस नैतिकता के प्रकट होते ही सब कुछ ठीक हो जायेगा। तीस साल के कांग्रेसी शासन ने देश की नैतिकता खत्म कर दी है।
एक मुंहफट आदमी ने कहा—इन तीस में से बाइस साल आप भी कांग्रेस के मंत्री, मुख्यमंत्री और प्रधानमंत्री रहे हैं, तो तीन-चौथाई नैतिकता तो आपने ही खत्म की होगी !
प्रधान मन्त्री ने गुस्से से कहा-बको मत, तुम कीमतें घटवाने आए हो न ! मैं व्यापारियों से अपील कर दूंगा।
एक ने कहा—साहब, कुछ प्रशासकीय कदम नहीं उठायेंगे ?
दूसरे ने कहा-साहब, कुछ अर्थशास्त्र के भी नियम होते हैं।

प्रधानमंत्री ने कहा—मेरा विश्वास न अर्थशास्त्र में है, न प्रशासकीय कार्यवाही में, यह गांधी का देश है,, यहां हृदय परिवर्तन से काम होता है। मैं अपील से उनके दिलों में लोभ की जगह त्याग फिट कर दूंगा। मैं सर्जरी भी जानता हूं।
रेडियो से प्रधानमंत्री ने व्यापारियों से अपील कर दी-व्यापारियों को नैतिकता का पालन करना चाहिए। उन्हें अपने हृदय में मानवीयता को जगाना चाहिए। इस देश में बहुत गरीब लोग हैं। उन पर दया करनी चाहिए।
अपील से जादू हो गया।
दूसरे दिन शहर के बड़े बाजार में बड़े-बड़े बैनर लगे थे-
व्यापारी नैतिकता का पालन करेंगे। मानवता हमारा सिद्धांत है। कीमतें एकदम घटा दी गयी हैं।
जगह-जगह व्यापारी नारे लगा रहे थे-नैतिकता ! मानवीयता !

गल्ले की दुकान पर तख्ती लगी थी—गेहूं सौ रुपये क्विंटल ! ग्राहक ने आंखें मल, फिर पढ़ा। फिर आंखें मलीं फिर पढ़ा। वह आंखें मलता जाता। उसकी आंखें सूज गयीं, तब उसे भरोसा हुआ कि यही लिखा है।
उसने दुकानदार से कहा—क्या गेहूं सौ रुपये क्विंटल कर दिया ? परसों तक दो सौ रुपये था।
सेठ ने कहा—हां, अब सौ रुपये के भाव देंगे।
ग्राहक ने कहा—ऐसा गजब मत कीजिए। आपके बच्चे भूखे मर जाएँगे।
सेठ ने कहा—चाहे जो हो जाये, मैं अपना और परिवार का बलिदान कर दूंगा, पर कीमत नहीं बढ़ाऊंगा। नैतिकता, मानवीयता का तकाजा है।
ग्राहक गिड़गिड़ाने लगा—सेठजी, मेरी लाज रख लो। दो सौ पर ही दो। मैं पत्नी से दो सौ के हिसाब से लेकर आया हूं, सौ के भाव से ले जाऊंगा, तो वह समझेगी कि मैंने पैसे उड़ा दिये और गेहूं चुरा कर लाया हूं।
सेठ ने कहा—मैं किसी भी तरह सौ से ऊपर नहीं बढ़ाऊंगा। लेना हो तो लो, वरना भूखों मरो।
दूसरा ग्राहक आया। वह अक्खड़ था। उसने कहा—ऐ सेठ, यह क्या अंधेर मचा रखा है, भाव बढ़ाओ वरना ठीक कर दिये जाओगे।
सेठ ने जवाब दिया—मैं धमकी से डरने वाला नहीं हूं। तुम मुझे काट डालो; पर मैं भाव नहीं बढ़ाऊंगा। नैतिकता, मानवीयता भी कोई चीज है।
एक गरीब आदमी झोला लिये दुकान के सामने खड़ा था। दुकानदार आया और उसे गले लगाने लगा। गरीब आदमी डर से चिल्लाया-अरे, मार डाला ! बचाओ ! बचाओ !
सेठ ने कहा—तू इतना डरता क्यों है ?
गरीब ने कहा—तुम मुझे दबोच जो रहे हो ! मैंने तुम्हारा क्या बिगाड़ा है ?
सेठ ने कहा—अरे भाई, मैं तो तुझसे प्यार कर रहा हूं। प्रधान मंत्री ने मानवीयता की अपील की है न !
एक दुकान पर ढेर सारे चाय के पैकेट रखे थे। दुकान के सामने लगी भीड़ चिल्ला रही थी—चाय को छिपाओ। हमें इतनी खुली चाय देखने की आदत नहीं है। हमारी आंखें खराब हो जाएंगे।
उधर से सेठ चिल्लाया—मैं नैतिकता में विश्वास करता हूं। चाय खुली बेचूंगा और सस्ती बेचूंगा। कालाबाजार बंद हो गया है।

एक मध्यमवर्गीय आदमी बाजार से निकला। एक दुकानदार ने उसका हाथ पकड़ लिया। उस आदमी ने कहा—सेठजी, इस तरह बाजार से बेइज्जत क्यों करते हो ! मैंने कह तो दिया कि दस तारीख को आपकी उधारी चुका दूंगा।
सेठ ने कहा—अरे भैया, पैसे कौन मांगता है ? जब मर्जी हो, दे देना।
चलो, दुकान पर चलो। कुछ शक्कर लेते जाओ। दो रुपये किलो।


"माटी कहे कुम्हार से"
हरिशंकर परसाई
प्रकाशक : वाणी प्रकाशन
आईएसबीएन : 81-7055-675
प्रकाशित : मार्च ०३, २००१
पुस्तक क्रं : 2902

जिसके हम मामा हैं

एक सज्जन बनारस पहुँचे। स्टेशन पर उतरे ही थे कि एक लड़का दौड़ता आता।
‘‘मामाजी ! मामाजी !’’—लड़के ने लपक कर चरण छूए।
वे पहताने नहीं। बोले—‘‘तुम कौन ?’’
‘‘मैं मुन्ना। आप पहचाने नहीं मुझे ?’’

‘‘मुन्ना ?’’ वे सोचने लगे।
‘‘हाँ, मुन्ना। भूल गये आप मामाजी ! खैर, कोई बात नहीं, इतने साल भी तो हो गये।’’
‘‘तुम यहां कैसे ?’’

‘‘मैं आजकल यहीं हूँ।’’
‘‘अच्छा।’’
‘‘हां।’’
मामाजी अपने भानजे के साथ बनारस घूमने लगे। चलो, कोई साथ तो मिला। कभी इस मंदिर, कभी उस मंदिर। फिर पहुँचे गंगाघाट। सोचा, नहा लें।

‘‘मुन्ना, नहा लें ?’’
‘‘जरूर नहाइए मामाजी ! बनारस आये हैं और नहाएंगे नहीं, यह कैसे हो सकता है ?’’
मामाजी ने गंगा में डुबकी लगाई। हर-हर गंगे।

बाहर निकले तो सामान गायब, कपड़े गायब ! लड़का...मुन्ना भी गायब !
‘‘मुन्ना...ए मुन्ना !’’
मगर मुन्ना वहां हो तो मिले। वे तौलिया लपेट कर खड़े हैं।
‘‘क्यों भाई साहब, आपने मुन्ना को देखा है ?’’

‘‘कौन मुन्ना ?’’
‘‘वही जिसके हम मामा हैं।’’
‘‘मैं समझा नहीं।’’
‘‘अरे, हम जिसके मामा हैं वो मुन्ना।’’
वे तौलिया लपेटे यहां से वहां दौड़ते रहे। मुन्ना नहीं मिला।

भारतीय नागरिक और भारतीय वोटर के नाते हमारी यही स्थिति है मित्रो ! चुनाव के मौसम में कोई आता है और हमारे चरणों में गिर जाता है। मुझे नहीं पहचाना मैं चुनाव का उम्मीदवार। होनेवाला एम.पी.। मुझे नहीं पहचाना ? आप प्रजातंत्र की गंगा में डुबकी लगाते हैं। बाहर निकलने पर आप देखते हैं कि वह शख्स जो कल आपके चरण छूता था, आपका वोट लेकर गायब हो गया। वोटों की पूरी पेटी लेकर भाग गया।

समस्याओं के घाट पर हम तौलिया लपेटे खड़े हैं। सबसे पूछ रहे हैं—क्यों साहब, वह कहीं आपको नज़र आया ? अरे वही, जिसके हम वोटर हैं। वही, जिसके हम मामा हैं।
पांच साल इसी तरह तौलिया लपेटे, घाट पर खड़े बीत जाते हैं।

"जादू की सरकार"
शरद जोशीप्रकाशक: राजपाल एंड सन्स
आईएसबीएन: 81-7028-227-6
काशित: जनवरी ०१, २०१०
पुस्तक क्रं:6758

Monday, August 20, 2012

એક લવ સ્ટોરી

આજે સવારે મેં નક્કી કર્યું કે ઓફીસ ચાલતા જવું. બેગ ડ્રાઈવરને આપી દીધી અને હું ચાલતો ઓફિસે જવા નીકળ્યો. વાતાવરણમાં ઠંડક હતી અને આજે તડકો પણ નીકળેલો હતો. ચાલવાની અને ખુલા વાતાવરણનો આનંદ ઉઠાવતો હું ઓફીસ તરફ જઈ રહ્યો હતો.

ચાલતા ચાલતા રસ્તામાં મને એક સુંદર સ્ત્રી સામેથી આવતી દેખાઈ. ખૂબજ શાંત અને સુંદર ચહેરો અને તેની આંખો ખૂબજ આકર્ષક લાગી. તે કદાચ પંજાબી હતી તેવું મને તેની ડ્રેસ પરથી લાગ્યું. તેના ચહેરા પરનું કુદરતી સ્મિત અને આંખો - જેમ જેમ અમે એક બીજાથી નજીક આવતા ગયા મારી નજર તેના ચહેરા પરથી હતી જ ના શકી. જેમ જેમ અમે નજીક આવતા ગયા, મારા ધબકારા વધતા જ ગયા. અને ૨ - ૩ મિનીટ પછી જયારે એ મને ક્રોસ કરી ગઈ ત્યારે મારા દિલ એ કહ્યું - પાછળ વળી ને તેને જોવું - પણ મારા દિમાગે પરિસ્થિતિને કાબુમાં કરી. પણ તેની બીજી જ ક્ષણે મારા દિલ નો વિજય થયો અને મેં પાછળ વળીને જોયું. મને આશ્ચર્ય થયું કે તે પણ પાછળ વાડી ને મારી તરફ જોઈ રહી હતી. નજરોથી નજરો મળી અને સ્મિત ની આપ-લે થઇ અને અમે પોત પોતાની દિશામાં આગળ વધી ગયા. કદાચ તેને ખબર પડી ગઈ હતી .....

ઓફીસ તરફ ચાલવાનો બાકીનો સમય બસ એક જ ગીત મનમાં રમ્યા કરતુ હતું - દો પલ રૂકા... ખ્વાબો કા કરવાં .. ઔર ફિર ચલ દિયે ... તુમ કહાં હમ કહાં ....

બસ આ રીતે અમારી લવ સ્ટોરીનો અંત આવ્યો.

Tuesday, August 7, 2012

નયા ચુન્ની વાલા ડ્રેસ

રાધા દૌડતી દૌડતી આવી અને તેના પપ્પાના ખોડામાં બેસી ગઈ. પપ્પાએ પૂછ્યું કે કેમ છે દીકરા? તું આજે નીચે રમવા નથી ગયી? રાધાએ કહ્યું "ના, આજે બારે જવાની ઈચ્છા નથી. મેં લેસન પણ કરી લીધું છે. પપ્પાએ કહ્યું સરસ, મારી ડાહી દીકરી. તેને બે ચોકલેટ આપી. રાધા ચોકલેટ લઇ ને બીજા રૂમ માં જતી રહી. આજે રાધા ના ચહેરા ઉપરથી સ્મિત ગાયબ હતું. તે ખુશ નહોતી દેખાતી.

થોડી વાર પછી રાધા પછી પપ્પા પાસે આવી અને બાજુમાં બેસી ને ટીવી જોવા લાગે. પપ્પાએ રાધાને પૂછ્યું કે શું થયું? આજે તું આમ ચુપ ચાપ કેમ છે? રાધાએ કહ્યું કે પપ્પા મારો ચુન્ની વાળો ડ્રેસ જુનો થઇ ગયો છે - નવો લાવો પડશે. પપ્પાએ કહ્યું કે બેટા તારો આ ડ્રેસ તો થોડા સમય પહેલા જ લાવેલા. ખરાબ પણ નથી થયો રાધાએ કહ્યું કે ના, મને આ ડીઝાઇન સારી નથી લગતી, નવી લાવી પડશે. પપ્પા થોડી વાર સુધી જવાબ ના આપ્યો તો રાધાએ ફરીથી પૂછ્યું "કહોને પપ્પા, મારો નવો ચુન્ની વાળો ડ્રેસ ક્યારે લાવશો"?

રાધાના પપ્પાએ કહ્યું, "જયારે આ ડ્રેસ ફાટી જશે ત્યારે નવી લાવીશું."

રાધાને ખબર હતી કે આ ડ્રેસ જલ્દીથી જુનો નહિ થાય અને ફાટશે નહિ. ત્યાં સુધી પપ્પા નવી ડ્રેસ નહિ લાવે. અચાનક રાધાને કશું સુઝે છે. તે બીજા રૂમમાં જઈને તે ડ્રેસ કાતર વળે થોડે કાપી નાખે છે. અને પછી તે ડ્રેસ પહેરીને નીચે રમવા ભાગી જાય છે. થોડે વાર રમ્યા બાદ પાછી આવીને પપ્પા પાસે બેસી જાય છે. પપ્પાને થોડે વાર જોયા પાછી કહે છે "પપ્પા, હું નીચે રમતી હતી ત્યારે મારો ડ્રેસ ફાટી ગયો. હવે નવો ચુન્ની વાળો ડ્રેસ લાવી દો".

બીજા દિવસે પપ્પાએ રાધાને તેની પસંદનો ચુન્ની વાળો ડ્રેસ લાવી દીધો !

Tuesday, July 24, 2012

આ બૈરાઓ.......

થોડા સમય પહેલા મારે અમદાવાદથી મુંબઈ ટ્રૈનમાં જવાનું થયું. ટ્રૈન છ કલાક મોડી હતી. રાતના ૧૧ વાગે અમદાવાદથી ટ્રૈન ઉપડી અને સવારે ૬ વાગે હું મુંબઈ પહોચ્યો. ઈચ્છા હતી કે રાતના સારી ઊંઘ કરીશ. મારી નીચેની સિટ હતી પણ એક સ્ત્રીની વિનતી માનીને ઉપરની સીટ સ્વીકારી લીધી.

ટીના, મીના અને ફઈબા.
ટીનાએ મને સીટ બદલવાની વિનતી કરી હતી. ટીના અને મીના બંને કાકી બહેનો હતી. ટીના અને મીનાના પિતાની બહેન એટલે ફઈબા. તેઓ અમદાવાદથી મુંબઈ કોઈ સંબંધીના લગ્નમાં જઈ રહ્યા હતા. તેઓ ખૂબજ ખુશ હતા અને આ સફર માણી રહ્યા હતા. હું ઉપરની સીટમાં ઊંઘવાની કોશિસ કરી રહ્યો હતો અને તેઓની વાતો એકાદ બે કલાક જેટલે સાંભળી. મને એમ છે કે તેઓ આખી રાત વાતો કરી રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા.

ટીનાના પિતાજીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઇ ગયું હતું. ટીના તેના કાકાના ઘરે મોટી થઇ. તેના કાકાએ તેને ભણાવી અને લગ્ન કર્યાં. ટીનાનો પતિ ધંધામાં સારું કમાતો હતો અને વધુ સમય તેના મોટાભાઈના છોકરાને આપતો હતો. તેને પોતાના ભત્રીજાની બધી માંગો પૂરી કરતો હતો. પટેલસાહેબ પોતાની પત્ની ટીનાથી અતિ પ્રેમ નહોતા કરતા. તેમની વચ્ચે અવાર નવાર ઝગડા થતા. ટીના પોતાના લગ્નથી નાખુશ હતી પરંતુ તેની પાસે બીજો કોઈ ઉપાય નહતો. છુટાછેડા લેવા માટે એકજ બીક હતી - સમાજ શું કહેશે - ત્રણ બાળકોની માંએ છુટાછેડા લીધા? પટેલસાહેબે થોડા સમય પહેલાજ એક નવી ગાડી લીધી પણ તેમનો ભત્રીજો તેનો વધુ ઉપયોગ કરતો હતો. ટીનાને ત્રણ છોકરા અને એક ભત્રીજો હતો. પટેલસાહેબ અને તેમની પત્ની ટીના વિષે બીજી ઘણી બધી માહિતીઓ છે.

મીનાના પિતાજીએ ટીનાના લગ્ન કર્યાં હતા. તેમને પોતાની પુત્રી મીના માટે જરૂરથી સારું ઘર જોયું હશે પણ હાલમાં ટીનનો વર સારું કમાય છે. મીનાના બે છોકરા છે અને તેઓ પણ આ સફરમાં સાથે જ છે. મીના બહુજ ઓછુ બોલતી હતી પણ હા તેનું સ્મિત ખુબજ સારું હતું. તેના પતિએ તેની ઉપર ઘણી વખત હાથ ઉપાડ્યો હતો પરંતુ મીના એટલે ભારતીય નારી - ક્યાં પણ ફરિયાદ નહોતી કરતી. અંતે તે પોતાના પરિવાર અને પતિ સાથે ખુશ હતી.

ફઈબાની વાર્તા આનાથી પણ નાની છે. તેમના પતિ એક ડ્રાઇવર છે. તેમના લગ્ન ૧૯૮૦ની સાલમાં થયા હતા અને તેઓ તેમના લગ્ન જીવનથી ખુબજ ખુશ હતા. ફઈબા મુંબઈ પહેલીવાર જઈ રહ્યા હતા.તેઓ આ ટ્રૈનની મુસાફરીથી થોડા નાખુશ હતા અને બીજી વખત ટ્રૈનની મુસાફરી નહિ કરે. હા, એક વાત કહેવાની તો રહી ગઈ. આ ટ્રૈન ૬ કલાક મોડી હતી અને આ ૬ કલાક દરમ્યાન તેઓ બીજી ટ્રૈનમાં ચડી ગયા હતા અને પછી તેમને ચાલતી ટ્રૈનમાંથી ઉતરવું પડ્યું.

તમે ટીના, મીના અને તેમની ફઈબા વિષે વાંચ્યું - હવે આ વાંચો - 
મેં તેઓ સાથે કદી વાત નથી કરી મારી સીટ બદલ્યા પછી. મેં તેમને એક પણ સવાલ નહોતો કર્યો. મેં તેમના પરિવાર અને પતિ વિષે જરા પણ નથી પૂછ્યું. મેં ઊંઘવાનો પ્રયાસ કર્યો હતો. આ તો બસ તેઓએ એટલી બધી વાતો કરી અને આ બધી વાતો મને ખબર પડી. જયારે મુંબઈમાં ઉતાર્યો ત્યારે મનમાં એકજ વિચાર હતો - આ બૈરાઓ બહુજ બોલે છે.

આ બધું વાંચ્યા પછી માથું દુખે છે? 
મારું પણ દુખતું હતું આ મુસાફરી પછી.