Saturday, January 29, 2011

દિલ પુછે છે મારું

દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? 
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે; 
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે, 
લગ્નની મળે કંકોત્રી ત્યાં સિમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્ની નો ફોન બે મીનીટમાં કાપીએ પણ ક્લાયંટના કોલ ક્યાં કપાય છે? 
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડેમાં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જાય છે.
કોઇકને સામે રુપિયા તો કોઇકને ડોલર દેખાય છે
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે કે સંસ્ક્રુતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઇએ, મને સમય હજુય બાકી દેખાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? 
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે

-----દીપક તન્ના ------

2 comments:

  1. Very beautiful selection.. At one point I sincerely thought whether this was written keeping me in mind.. so sad that the economics of life are not favouring the circumstances.. please keep blogging and share the wishful wisdom..

    ReplyDelete
  2. શ્રીદીપભાઈ, આ તો ઝીંદગીની મજા છે. આપણા બંનેની પરિસ્થિતિ સરખી જ છે. આપને કે મને જો પૈસા ને લાય થોડી ઓછી હોત તો કદાચ આપણે પાંચ મિનીટ આપણા માટે અને આપણા પરિવાર સાથે વિતાવી શકીએ. આ તો બધા તબક્કા છે. થોડા સમય ને વાત છે. મને લાગે છે કે આપણે એ તરફ વિચાર તો દર રોજ કરીએ છીએ. રસ્તો પણ નીકળશે.

    આ વિચાર સાથે જ મેં "Pamper yourself" વિષે લખ્યું હતું.

    આપ નો ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવ માટે.

    ReplyDelete