Showing posts with label Gujarati Kavita by "Mann". Show all posts
Showing posts with label Gujarati Kavita by "Mann". Show all posts

Sunday, January 15, 2023

પામવા માથું છું હું




 

યાદ કરું તને

યાદ કરું તને ને આ રણકી રહ્યું છે કોણ ?
પરસેવે થયો લીલો, ને આ સૂકવી રહ્યું છે કોણ?

લીધો વિસામો કે થાક્યો અનંત ની આ વાટ પર,
નિજાનંદ કેળે કંટકો, આ પાથરે છે કોણ?

પામ્યો હરિ નિજ આતમ માં કે જન્મો ના આ કર્મો પર,
પળ બે-પળ નો આનંદ, આ જુંટવી રહ્યું છે કોણ?

યાદ કરું તને ને આ રણકી રહ્યું છે કોણ ?

-----' મન " મનીષ મહેતા

મારે લખવું નથી

મારે લખવું નથી , બસ આ લખાય જાય છે !!
યાદ ક્યાં કરું છું એ “પાગલ” ને ,

આંખો મીચું ને બસ એ દેખાય જાય છે !!
શબ્દો ક્યાં ગોઠવું છું જાણી જોય ને,

પકડું છું કલમ ને બસ એ વિસ્તરી જાય છે !!
મારે લખવું નથી , બસ આ લખાય જાય છે !!

તમન્ના ક્યાં પામવા ની રોજ કરું છે એમને ,
શ્વાસ જરા લવ ને બસ એ ઉમટાઈ જાય છે !!

મધુર અવાજ ક્યાં સ્પર્શિ શક્યો કર્ણ પટલ ને,
ઘોંઘાટ જરા થાઈ ને બસ એ સંભળાઇ જાય છે !!

મારે લખવું નથી , બસ આ લખાય જાય છે !!

-----' મન " મનીષ મહેતા

Tuesday, September 13, 2022

મન

યાદ મને એ કરશે જ્યારે ખુદ મુશ્કેલ માં પડશે,
હાથ ના કર્યા હૈયે લાગે તોય દોષ બીજા નો ધરશે,

ચંદન ટિલા ટપકા, માળા જપ અને તપ,
લાખો રૂપિયા મંદિર માં ધરી મને લાંચ આપવા નું કરશે

ખોટા આંસુ, સ્મશાન વૈરાગ્ય અને ઠાલા એના વાયદા
ઘેર જઈ ને આ મનુષ્ય જે કરતો હોય એ કરશે ..

ઠાવકુ મો અને અસ્ખલિત અમી વાણી, ઉપદેશો ની વણઝાર
ખુદ પર અમલ કરવું હોય ત્યારે હજાર ત્રાગા કરશે .

-----' મન " મનીષ મહેતા